calendar_todayApril 1, 2026
Dhrangadhra: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢ ગામમાંથી બોગસ તબીબને SOGએ ઝડપ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં અવારનવાર લોકોના ભોળપણનો લાભ લઈ તબીબી પ્રેકટીસ કરતા નકલી ડોકટરો ઝડપાય છે. ત્યારે એસઓજીની ટીમે વધુ એક મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી પાડયો છે. મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ બી.એચ.શીંગરખીયાની સુચનાથી પેટ્રોલીંગ કરી રહેલા સ્ટાફને ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામે એક શખ્સ ડોકટર ન હોવા છતાં તબીબી પ્રેકટીસ કરતો હોવાની બાતમી મળી હતી. આથી ધ્રાંગધ્રા તાલુકાના કુડા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. પ્રશાંત સોલંકીને સાથે રાખી રેડ કરી હતી. જેમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામનો 26 વર્ષીય હરેશ પોપટભાઈ ઠાકોર ઝડપાયો હતો. આ શખ્સની પુછપરછ કરતા તેની પાસે તબીબી સારવાર કરવાનું કોઈ પ્રમાણપત્ર કે ડીગ્રી અને ગુજરાત મેડીકલ કાઉન્સીલનું પ્રમાણપત્ર હતુ નહી. તે છેલ્લા 09 મહિનાથી વિરેન્દ્રગઢમાં ભાડે મકાન રાખી તબીબી સારવાર કરતો હોવાનું પણ સામે આવ્યુ હતુ. આથી પોલીસે રૂપીયા 18,381ની દવાઓ સાથે આ શખ્સને ઝડપી લઈને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. બનાવની વધુ તપાસ એચસી એમ.પી.ઝાલા ચલાવી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam