android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Disa : ડીસા તાલુકાના કુચાવાડા ગામ ખાતે તાલુકાકક્ષાનો વન મહોત્સવ યોજાયો

calendar_todayOctober 4, 2026

Disa : ડીસા તાલુકાના કુચાવાડા ગામ ખાતે તાલુકાકક્ષાનો વન મહોત્સવ યોજાયો

ડીસા તાલુકાના કુચાવાડા ખાતે તાલુકા કક્ષાનો 77મો વન મહોત્સવ રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ વન કવચનું લોકાર્પણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાનો સંદેશ આપ્યો હતો. વન મહોત્સવ અંતર્ગત કુચાવાડા ખાતે વિવિધ વિસ્તારોમાં મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ક્કવન કવચક્ર પરિસરમાં ક્કએક પેડ માં કે નામ-3.0ક્ર અભિયાન અંતર્ગત મંત્રી પ્રવીણ માળી તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, વન કવચ અંતર્ગત કૂચાવાડા ખાતે એક હેક્ટર વિસ્તારમાં 10 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં 75થી વધુ વિવિધ પ્રજાતિના વૃક્ષોનો સમાવેશ થાય છે. આ વન માત્ર હરિયાળી પૂરતું સીમિત નહીં રહે, પરંતુ પક્ષીઓ, પતંગિયાં, ઈયળો સહિતની જીવસૃષ્ટિ માટે પણ આશ્રયસ્થાન બનશે. વૃક્ષોની ઓળખ અને તેના ઉપયોગ વિશે બાળકોને જાણકારી મળે તે માટે વન વિસ્તારમાં વિવિધ વૃક્ષોના નામ તેમજ ક્યુઆર કોડની વ્યવસ્થા કરવામાં આવી છે. ક્યુઆર કોડ સ્કેન કરતાં સંબંધિત વૃક્ષની વિશેષતા અને ઉપયોગની માહિતી મેળવી શકાશે. સમગ્ર વનને ટપક સિંચાઈ પદ્ધતિથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મોડલને વધુ વિસ્તૃત કરીને કૂચાવાડા ગામે 25 હેક્ટર વિસ્તારમાં મહાવન કવચ વિકસાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે. કૂચાવાડા ગામના છ તળાવોને નર્મદા ની પાઇપલાઇન મારફ્તે એકબીજા સાથે જોડીને પાણીનો સંગ્રહ અને વિતરણ સુવ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સાથે સર્વ વિસ્તારમાં રોડ, મોરેશ્વર તળાવની આસપાસ વૃક્ષારોપણ, રમતગમતની સુવિધાઓ તેમજ ગામની અન્ય પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પણ કામગીરી કરવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે ધોરણ 9 અને 10ની સુવિધા શરૂ થઈ છે ત્યારે ધોરણ 11ની મંજૂરી માટે પણ પ્રયાસ કરવામાં આવશે. તેમણે ગ્રામજનોને ખાસ કરીને ખેડૂતોને ભૂગર્ભ જળસંચય માટે બોર રિચાર્જ અને જળસંચયની કામગીરીમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, આજના જળસંચયના પ્રયાસો જ આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્યનો આધાર બનશે. કુચાવાડા ખાતે નિર્માણ પામેલ વન કવચના1 હેક્ટર વિસ્તારમાં 10,000થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે ગ્રામ વન યોજના અંતર્ગત વધુ 6,400 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આમ, કુલ 16,400 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. ક્કવન કવચક્ર અંતર્ગત ઔષધીય, ઇમારતી, ફ્ળાઉ તથા સુશોભિત સહિતની વિવિધ પ્રજાતિના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા વન સંરક્ષક રેણુકા દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી સહિત વન વિભાગના અધિકારી - કર્મચારીઓ, સંગઠનના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો