calendar_todayOctober 23, 2026
Diwali 2026: આ રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળી ભેટ, 5 ટકા DAની કરવામાં આવી જાહેરાત
સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત થઇ છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ શુક્રવારે કર્મચારીઓના ડીએમાં કૂલ 5 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ ચાલુ વર્ષમાં 4 ટકા મોંઘવારી ભથ્થુ અને ગત વર્ષનો 1 ટકાનો સમાવેશ થાય છે.
હિમાચલ સરકારની દિવાળી ભેટ
આ જાહેરાત હિમાચલ માટે કરવામાં આવી છે. સીએમ સુખ્ખુ એ કહ્યું કે ક્લાસ IV કર્મચારીઓની ડીએ વધારાની સાથે રિવીઝન એરિયર પણ 10 હજાર રૂપિયા આપવામાં આવશે. જે એક નવેમ્બરે તેઓના બેંક ખાતાઓમાં જમા કરવામાં આવશે.
સરકાર તેના કર્મચારીઓના હિતો માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે – મુખ્યમંત્રી સુખુ
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તેના કર્મચારીઓના હિતો માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. દિવાળીના શુભ અવસર પર, સરકારે તેના કર્મચારીઓને રાહત આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે મોંઘવારી ભથ્થામાં (DA) 4 ટકાના વધારાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, અગાઉ માત્ર 3 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવ્યું હતું એટલે કે 1 ટકા બાકી હતું. તેથી તેમણે તે બાકી રહેલા 1 ટકાની પણ ચૂકવણી કરવાની જાહેરાત કરી છે. આમ, કુલ વધારો 5 ટકા થયો છે.
આ જાહેરાત સાથે, રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના સ્વરૂપમાં વધારાનો આર્થિક લાભ મળશે. મુખ્યમંત્રીએ વર્ગ-4 (Class IV) ના કર્મચારીઓ માટે પણ એક વિશેષ જાહેરાત કરી છે; તેમણે જણાવ્યું કે, ૫ ટકા મોંઘવારી ભથ્થા ઉપરાંત, તેમને 10,000 રૂપિયાની વધારાની રકમ આપવામાં આવશે.
વધારાના 10 હજાર રૂપિયાની જાહેરાત
મુખ્યમંત્રીએ સરકારની ઈચ્છા વ્યક્ત કરી કે વર્ગ-4 ના કર્મચારીઓ દિવાળીનો તહેવાર આનંદ અને ઉત્સાહ સાથે ઉજવે. તેમણે કહ્યું, "૫ ટકા મોંઘવારી ભથ્થા ઉપરાંત, હું વર્ગ-4 ના કર્મચારીઓ માટે 10000 રૂપિયાની વધારાની ચૂકવણીની પણ જાહેરાત કરું છું, જેથી તેઓ દિવાળી વધુ ખુશીથી ઉજવી શકે. આ રકમ મહિનાની પહેલી તારીખે તેમના ખાતામાં જમા કરી દેવામાં આવશે."