android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dog કરડ્યા બાદ સૌથી પહેલાં શું કરવું જોઇએ? Rabiesથી બચવું છે તો જાણીલો આ 6 જરૂરી વાતો

calendar_todayJanuary 18, 2026

Dog કરડ્યા બાદ સૌથી પહેલાં શું કરવું જોઇએ? Rabiesથી બચવું છે તો જાણીલો આ 6 જરૂરી વાતો

ડોગના કરડવાથી કે ચાટવાને કારણે રેબીઝ થઇ શકે છે. જેના કારણે એ પણ સમજવું જરૂરી છે કે જો કોઇ ડોગ તમને કરડે છે તો સૌથી પહેલા શું કરવું જોઇએ? આવો જાણીએ કે આવી પરિસ્થિતિમાં સૌથી પહેલા તમારે કયું પગલું ઉઠાવવું જોઇએ કેવી સાવચેતી રાખવી જરૂરી છે...

ડોગ કરડવા પર શું કરવું જોઇએ

શાંત રહો અને ઘાની તપાસ કરોઃ સૌથી પહેલાં ગભરાવ નહીં, શાંત થઇને ઘાને ચેક કરો, જોવો કે તે કેટલો ઉંડો છે અને લોહી કેટલું વહી રહ્યુ છે. જો ઘા ઉંડો છે અને લોહી ઝડપથી વહી રહ્યુ છે તો તેને રોકવું જરૂરી છે.

ઘાને સાફ કરોઃ ઘાને ઓછામાં ઓછા 15 મિનિટ સુધી વહેતા ઠંડા પાણી અને સાબુથી સારી રીતે સાફ કરો, ઘાને રગડશો નહીં, પરંતુ હળવા હાથોથી વહેતા પાણીની નીચે ધોવો, જેનાથી તેની લાળ અને ગંદકી નીકળી જાય અને ઇન્ફેક્શનનો ખતરો ઓછો થાય.

લોહી વહેવું બંધ કરોઃ ઘાને ધોવ્યા બાદ, એક સાફ કપડાં અને પટ્ટીથી હળવો દબાવ નાખીને લોહીને વહેવાડવાનું બંધ કરો.

ઘાને ઢાંકી દોઃ એક સ્ટરલાઇઝ પટ્ટી અથવા સાફ કપડાંથી ઘાને ઢાંકી દો. આનાથી બહારના બેક્ટેરિયા તેને લાગશે નહીં.

ડોક્ટરનો સંપર્ક કરોઃ ડોગના કરડ્યા બાદ ડોક્ટરની સલાહ લેવી હંમેશા જરૂરી છે, ભલે ઘા નાનો કેમ નહોય...

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

રેબીસનો ખતરોઃ રેબીસ એક જીવલેણ વાયરસજન્ય બીમારી છે, જે કૂતરાની લાળ દ્વારા ફેલાય છે. જો ડોગને રેબીસ હોવાનો શંકા હોય, તો ડૉક્ટર તરત રેબીસના ઇન્જેક્શન શરૂ કરશે. તેમાં વિલંબ જીવલેણ સાબિત થઈ શકે છે.

ટિટેનસનો ખતરોઃ ઊંડા ઘામાં ટિટેનસના બેક્ટેરિયા ફેલાવાનો ખતરો રહે છે. ડોક્ટર પાસેથી ટિટેનસનું ઇન્જેક્શન લેવાં અંગે સલાહ લો.

ડોગની દેખરેખ રાખોઃ જો ડોગ પાળેલો અને ઓળખીતો હોય, તો તેને 10–15 દિવસ સુધી નજર હેઠળ રાખો. જો તેમાં કોઈ અજીબ વર્તન (જેમ કે પાણીથી ડરવું, વધારે લાળ આવવી, આક્રમક થવું) દેખાય અથવા તે મરી જાય, તો તરત ડૉક્ટરને જાણ કરો. આથી રેબીસની ઓળખ કરવામાં મદદ મળે છે.

ઘાને ચાટશો નહીંઃ બાળકોને સમજાવો કે ઘાને બિલકુલ ન ચાટે અને ન જ સ્પર્શ કરે.

ઘરેલું ઉપચારોથી બચોઃ ઘા પર હળદર, માટી કે અન્ય કોઈ વસ્તુ ન લગાવો. આથી ઇન્ફેક્શન વધવાની શક્યતા રહે છે।

ડોગની ફરિયાદ કરોઃ જો કૂતરો આવારો અને આક્રમક હોય, તો સ્થાનિક પ્રશાસનને જાણ કરો, જેથી અન્ય લોકોને પણ તેનાથી ખતરો ન રહે.

આ પણ વાંચોઃ Prantijમાં ટોલપ્લાઝા પર સતત ત્રીજા દિવસે ITનું સર્ચ, સંચાલકોમાં ફફડાટ