android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dwarka Rain Update: જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ, ખેડૂતો અને માલધારીઓને મળી મોટી રાહત

calendar_todaySeptember 14, 2026

Dwarka Rain Update: જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ, ખેડૂતો અને માલધારીઓને મળી મોટી રાહત

પ્રસિદ્ધ યાત્રાધામ દેવભૂમિ દ્વારકા અને તેની આસપાસના પંથકમાં લાંબા સમયના ઇંતેજાર બાદ આખરે મેઘરાજાએ મહેરબાન થઈ પધરામણી કરી છે. વહેલી સવારથી જ આકાશમાં ઘેરાયેલા કાળાડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો. દ્વારકા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસાત સમગ્ર વિસ્તારમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.

ખેડૂતો અને માલધારીઓમાં આનંદ, પાકને જીવતદાનની આશા

ચોમાસાની આ સિઝનમાં લાંબા વિરામ બાદ પડેલા આ વરસાદથી સ્થાનિક ખેડૂતો અને માલધારીઓના ચહેરા પર સ્મિત ઉપસી આવ્યું છે. ગરમી અને ખેંચાયેલા વરસાદના કારણે સુકાઈ રહેલા પાકને આ વરસાદથી નવું જીવતદાન મળવાની મોટી આશા બંધાઈ છે. આ સાથે જ માલધારીઓ માટે પશુઓના ઘાસચારા અને પાણીની વિકટ સમસ્યામાંથી મોટી રાહત મળી છે.

dwarka Rain Update

વાતાવરણમાં પ્રસરી આહલાદક ઠંડક

દ્વારકા શહેર તેમ જ આસપાસના વાડી અને ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે અસહ્ય ઉકળાટમાંથી લોકોને મુક્તિ મળી છે. સામાન્ય વરસાદી ઝાપટાં હોવા છતાં સમગ્ર પંથકમાં ઠંડા પવનો ફૂંકાતાં વાતાવરણ મનોરમ બની ગયું છે, જેનો લાભ યાત્રાધામમાં આવેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો લઈ રહ્યા છે.

dwarka Rain Update


આ પણ વાંચો: Dwarkaના જામખંભાળિયામાં બે મહિનાના લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો!