android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Election Results 2026 : બંગાળથી આસામ સુધી 5 રાજ્યના ચૂંટણીના પરિણામ

calendar_todayMay 4, 2026

Election Results 2026 : બંગાળથી આસામ સુધી 5 રાજ્યના ચૂંટણીના પરિણામ

ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણ થોડા કલાકોમાં સામે આવવા લાગશે. મતગણતરીની શરૂઆત સવારે 8 વાગ્યાથી થશે. ચાલો જાણીએ કે કાઉન્ટિંગની લાઇવ સ્ટ્રીમિંગ તમે ક્યારે અને ક્યાં જોઈ શકો છો.

અસમ, કેરલમ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની તમામ વિધાનસભા સીટો માટે એપ્રિલમાં મતદાન થયું હતું.

અસમ, કેરલમ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની તમામ વિધાનસભા સીટો માટે એપ્રિલમાં મતદાન થયું હતું. અસમ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે તમિલનાડુમાં પણ 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થયું હતું. બીજી તરફ પશ્ચિમ બંગાળની તમામ સીટો પર 23 અને 29 એપ્રિલે બે તબક્કામાં મતદાન થયું હતું.

પશ્ચિમ બંગાળ વિધાનસભાની 294માંથી 293 સીટોના પરિણામો સોમવારે જાહેર થશે

પશ્ચિમ બંગાળ વિધાનસભાની 294માંથી 293 સીટોના પરિણામો સોમવારે જાહેર થશે, કારણ કે ફાલ્ટા સીટ પર ચૂંટણી આયોગે ફરી મતદાન કરવાનો નિર્ણય લીધો છે. આ સીટ પર 21 મેના રોજ મતદાન થશે અને 24 મેના રોજ પરિણામ જાહેર થશે. 294 સીટો ધરાવતી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં સરકાર બનાવવા માટે 148 સીટોના બહુમતની જરૂર છે.

કેરળમાં મતદાન ટકાવારી 78%, તમિલનાડુમાં 85.1%, પુડુચેરીમાં 89.08% અને પશ્ચિમ બંગાળમાં 92.47% નોંધાઈ

આ જ રીતે, કેરળમાં મતદાન ટકાવારી 78%, તમિલનાડુમાં 85.1%, પુડુચેરીમાં 89.08% અને પશ્ચિમ બંગાળમાં 92.47% નોંધાઈ છે. મતગણતરી પહેલા કાઉન્ટિંગ સેન્ટરો પર સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના તમામ કાઉન્ટિંગ સેન્ટરોને હાઈ-સિક્યુરિટી ઝોનમાં ફેરવવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મોટા પાયે કેન્દ્રીય દળોની તૈનાતી પણ કરવામાં આવી છે.

અહીં જોઈ શકો છો પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામ

ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ results.eci.gov.in પર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ જશે. રાજ્ય પસંદ કરીને તમે સીટ પ્રમાણે ચૂંટણીના વલણ જોઈ શકશો. voters.eci.gov.in પર જઈને પણ તમે ચૂંટણીના પરિણામો જોઈ શકો છો.