android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Election Voter List: દિલ્હી, પંજાબ અને ઉત્તરાખંડ સહિત 23 રાજ્યમાં SIR ક્યારે થશે શરૂ?

calendar_todayFebruary 19, 2026

Election Voter List: દિલ્હી, પંજાબ અને ઉત્તરાખંડ સહિત 23 રાજ્યમાં SIR ક્યારે થશે શરૂ?


ચૂંટણી પંચે એપ્રિલ 2026 થી 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

પ્રક્રિયા અંગે સૂચનાઓ જાહેર

બિહાર પછી, પશ્ચિમ બંગાળ અને આસામ સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા ચાલી રહી છે અથવા પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી પંચે આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, લદ્દાખ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, દિલ્હી, ઓડિશા, પંજાબ, સિક્કિમ, ત્રિપુરા, તેલંગાણા અને ઉત્તરાખંડના મુખ્ય ચૂંટણી અધિકારીઓને પ્રક્રિયા અંગે સૂચનાઓ જાહેર કરી હતી.

SIR હવે બાકીના 23 રાજ્યોમાં

ચૂંટણી પંચ બાકીના 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એપ્રિલથી SIR પ્રક્રિયા શરૂ કરી શકે છે. આદેશ અપાયો છે કે, તૈયારીઓ પૂર્ણ કરવા અંગે સંબંધિત રાજ્યોના CEOને સૂચનાઓ જાહેર કરાઇ છે. ચૂંટણી પંચે જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે, કમિશને 24 જુન 2025ના આદેશ નં. 23/ERS/2025 દ્વારા, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓના ખાસ સઘન સુધારાનો આદેશ આપ્યો છે.

12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR જાહેર કરાયો

આ સંદર્ભમાં, કમિશને 05 જુલાઇ 2025ના પત્ર નં. 23/2025-ERS દ્વારા, તમામ મુખ્ય કાર્યકારી અધિકારીઓને ખાસ સઘન સુધારા કવાયત માટે પૂર્વ-સુધારણા પ્રવૃત્તિઓ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો. વધુમાં, 27 ઓક્ટોબર 2025ના પત્ર દ્વારા, કમિશને 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાસ સઘન સુધારા કવાયતની જાહેરાત કરી, જે હાલમાં ચાલી રહી છે. એ નોંધવું જોઈએ કે SIR અંગે બિહારમાં નોંધપાત્ર રાજકીય ઉથલપાથલ હતી.

આ પણ વાંચોઃ Galgotias AI Summit: કોણ છે પ્રોફેસર નેહા સિંહ?, ચાઇનીઝ રોબોટ વિવાદ બાદ માંગ રહ્યા છે નોકરી