android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Elon Musk News: કડક ચેતવણી બાદ પર Grok AI બનાવી રહ્યુ છે અશ્લીલ કન્ટેન્ટ, ભારત સહિત યૂરોપ અને UKમાં પણ શરુ થઇ તપાસ

calendar_todayJanuary 6, 2026

Elon Musk News: કડક ચેતવણી બાદ પર Grok AI બનાવી રહ્યુ છે અશ્લીલ કન્ટેન્ટ, ભારત સહિત યૂરોપ અને UKમાં પણ શરુ થઇ તપાસ


Grok AI દ્વારા મહિલાઓ અને બાળકોના ફોટો પરવાનગી વિના બદલવામાં આવી રહ્યા છે. હવે ભારત સહિત યૂરોપ અને UKમાં પણ તપાસ શરુ કરાઇ છે.

મહિલાઓ અને બાળકોના ફોટા સાથેની છેડછાડ

એલન મસ્કની કંપની xAI દ્વારા વિકસિત Grok AI મામલે ભારત સરકારના કડક વલણ બાદ પણ કોઇ બદલાવ નથી આવી રહ્યા. કેન્દ્ર સરકારે 2 જાન્યુઆરીના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને પત્ર લખ્યો હતો. અને જણાવ્યુ હતુ કે, Grok અને અન્ય AI સર્વિસ મામલે રિપોર્ટ રજૂ કરવામાં આવે. પરંતુ હજુપણ Grok AIએ અશ્લીલ અને આપત્તિજનક કન્ટેન્ટ બનાવવાનું યથાવત રાખ્યુ છે. મહિલાઓ અને બાળકોના ફોટા સાથેની છેડછાડના મામલાઓ સતત સામે આવી રહ્યા છે.

ભારત સરકારનું સખ્ત વલણ

કેન્દ્ર સરકારે Xને પત્ર લખ્યો છે અને જણાવ્યુ છે કે, Grok અને xAIની AI સર્વિસનો ઉપયોગ અશ્લીલ, નગ્ર અને ગેરકાયદે કન્ટેન્ટ બનાવવામાં થઇ રહ્યો છે. સરકારે આ મામલે Xને 72 કલાકની અંદર કાર્યવાહી અને આદેશોનો રિપોર્ટ માગ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલયે કહ્યુ છે કે, IT Act 2000 અને IT Rules 2021નું યોગ્ય રીતે પાલન નથી કરવામાં આવી રહ્યુ. નોટિસ બાદ પણ Grok AI આપત્તિજનક કન્ટેન્ટ બનાવી રહ્યુ છે.

અશ્લીલ, આપત્તિજનક કન્ટેન્ટ હટાવવા આદેશ

ભારતનું ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલયે 2 જાન્યુઆરીના રોજ Xને આદેશ આપ્યા હતા. અને જણાવ્યુ હતુ કે, તે તમામ અશ્લીલ, આપત્તિજનક અને ગેરકાયદે કન્ટેન્ટ હટાવવામાં આવે. ખાસ કરીને Grok AIથી બનાવવામાં આવેલા કન્ટેન્ટ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. મંત્રાલયે X પાસે 72 કલાકમાં એક્શન ટેકન રિપોર્ટ માગ્યો છે. 6 જાન્યુઆરીના રોજ ડેડ લાઇન પૂર્ણ થશે. પરંતુ હજુપણ Grok AI અશ્લીલ કન્ટેન્ટ બનાવી રહ્યુ છે. ભારતે સરકારે આ મામલે વધુ 72 કલાકનો સમય આપ્યો છે અને રિપોર્ટ જમા કરાવવા કહ્યુ છે.

એલન મસ્કની પ્રતિક્રિયા

ભારત સરકારની આકરી કાર્યવાહી બાદ Xએ જણાવ્યુ હતુ કે, ગેરકાયદે અને અશ્લીલ કન્ટેન્ટ પોસ્ટ કરવા અથવા Grok પાસેથી આવા કન્ટેન્ટ બનાવવાવાળા અકાઉન્ટને પણ હમેંશા માટે પ્રતિબંધિત કરવામાં આવશે. એલન મસ્કે સ્વીકાર્યુ છે કે, AI દ્વારા બનાવવામાં આવેલુ ગેરકાયદે કન્ટેન્ટ પણ ગુનાહિત માનવામાં આવશે.

આ પણ વાંચોઃ Iran Protest: શું અમેરિકા તેહરાનમાં ઘૂસણખોરી કરીને અલી ખામેનીનું કરી શકે છે અપહરણ?, ઇરાનના સુપ્રીમ લીડરની સુરક્ષા વિશે જાણો