android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Emergency landing: હવામાં લથડી પાઇલટની તબિયત, IndiGoની ફ્લાઇટનું મસ્કટમાં ઇમરજન્સી લેન્ડિંગ

calendar_todaySeptember 3, 2026

Emergency landing: હવામાં લથડી પાઇલટની તબિયત, IndiGoની ફ્લાઇટનું મસ્કટમાં ઇમરજન્સી લેન્ડિંગ

Emergency landing: દોહાથી બેંગલુરુ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ 6E 1302નું ગુરુવારે સવારે મસ્કતમાં સલામત ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. મુસાફરી દરમિયાન પાયલોટ અચાનક બીમાર પડી ગયા બાદ સાવચેતીના પગલા તરીકે ફ્લાઇટને મસ્કત ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાન મસ્કત એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું અને પાઇલટને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા; હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.


મુસાફરોને બેંગલુરુ લઈ જવાની વ્યવસ્થા

પાયલોટની બીમારીને કારણે મસ્કત ડાયવર્ટ કરવામાં આવ્યા બાદ ઈન્ડિગોએ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન બેંગલુરુ લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. એરલાઈને મુસાફરોની મુસાફરી પૂર્ણ કરવા માટે બેંગલુરુથી મસ્કત ઉડાન ભરવા માટે એક રિપ્લેસમેન્ટ એરક્રાફ્ટ અને નવા ક્રૂની વ્યવસ્થા કરી છે.


આ પણ વાંચો: Nepal તબાહીમાં અત્યાર સુધી કેટલા ભારતીય ગુમ, કોણ-કોણ સુરક્ષિત ઘરે પરત ફર્યા?