android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Emergency Landing Of Turkish 727 : તુર્કીયેની ફ્લાઈટનું કોલકાત્તામાં ઈમરજન્સી લેન્ડિંગ, એન્જિનમાં લાગી હતી આગ

calendar_todayFebruary 4, 2026

Emergency Landing Of Turkish 727 : તુર્કીયેની ફ્લાઈટનું કોલકાત્તામાં ઈમરજન્સી લેન્ડિંગ, એન્જિનમાં લાગી હતી આગ

ટર્કિશ એરલાઈન્સનું એક પેસેન્જર વિમાન મોટી હવાઈ દુર્ઘટનામાંથી માંડ માંડ બચી ગયું છે. એન્જિનમાં આગ લાગવાને કારણે 4 ફેબ્રુઆરી બુધવારે કોલકાતા એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનમાં 236 મુસાફરો સવાર હતા. જોકે બધા મુસાફરો સુરક્ષિત છે.

પાયલોટે કોલકાતા એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો

એરપોર્ટ સૂત્રોના જણાવ્યા મુજબ ટર્કિશ એરલાઈન્સની ફ્લાઇટ TK 727 નેપાળના કાઠમંડુથી તુર્કીના ઈસ્તંબુલ જવા માટે રવાના થઈ હતી. જ્યારે વિમાન કોલકાતા હવાઈ ક્ષેત્રમાં હતું, ત્યારે પાઈલટે એન્જિનના એક ડબ્બામાં આગ લાગી હોવાનું જોયું. પરિસ્થિતિને ગંભીર માનીને પાયલોટે તાત્કાલિક કોલકાતા એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો.

વિમાન સુરક્ષિત રીતે ઉતર્યા પછી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા

કોલકાતા એટીસી તરફથી લીલી ઝંડી મળતાં વિમાન ખૂબ જ સાવધાની સાથે રનવે પર લેન્ડ કરવામાં આવ્યું. ફાયર બ્રિગેડની ટીમો અને ઈમરજન્સી સેવાઓ પહેલાથી જ એરપોર્ટ પર સ્ટેન્ડબાય હતી. વિમાન સુરક્ષિત રીતે ઉતર્યા પછી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા. હાલમાં વિમાનનું સમારકામ ચાલી રહ્યું છે અને મુસાફરો એરપોર્ટ પર રાહ જોઈ રહ્યા છે. આગ યાંત્રિક ખામીને કારણે લાગી હતી કે કેમ તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે.

એરપોર્ટને લગભગ 15 મિનિટ માટે સંપૂર્ણપણે બંધ કરી દીધું

મળતી માહિતી મુજબ આ ઘટના બપોરે 1:28 વાગ્યે વિમાને ઉડાન ભર્યાના માત્ર 4 મિનિટ પછી બની હતી. TTHY 727 વિમાનના જમણા એન્જિનમાં ટેકઓફ કર્યાના થોડા સમય પછી આગ લાગી ગઈ હતી. તેમણે કહ્યું કે તેમાં 236 મુસાફરો સવાર હતા. એન્જિનમાં આગ લાગવાની જાણ થતાં એરપોર્ટ અધિકારીઓએ સાવચેતી તરીકે ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટને લગભગ 15 મિનિટ માટે સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું.  

આ પણ વાંચો:  Gold-Silver Price : સોના-ચાંદીના ભાવમાં થશે ધરમખ ઘટાડો? સરકારે ઈમ્પોર્ટ ડ્યૂટીમાં કર્યો ઘટાડો