android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
FASTagમાંથી ખોટા ટોલ કપાત? NHAIએ 18 લાખ કેસ પરત કર્યા!

calendar_todayJanuary 30, 2026

FASTagમાંથી ખોટા ટોલ કપાત? NHAIએ 18 લાખ કેસ પરત કર્યા!

આપની કાર ઘરે પાર્ક હોવા છતાં FASTagમાંથી ટોલ કાપવાનો મુદ્દો હવે NHAI દ્વારા જાહેર થયો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ (NHAI) 2025 દરમિયાન આશરે 1.8 મિલિયન ખોટા ટોલ કેસોમાં રિફંડ આપ્યું છે. આમાં આશરે 35% કેસોમાં, વાહન ટોલ પ્લાઝા સુધી પહોંચી નથી પણ છતાં FASTagમાંથી રકમ કાપવામાં આવતો હતો.

સરકારીન માહિતી

સરકારી માહિતી મુજબ, આ ખોટી કપાતનો મુખ્ય કારણ મેન્યુઅલ એન્ટ્રી છે. ટોલ પ્લાઝા પર ટેકનિકલ સમસ્યાઓ અથવા સિસ્ટમ નિષ્ફળ થવાથી કર્મચારીઓ વાહન નંબર મેન્યુઅલી દાખલ કરે છે, જેની લીધે ખોટા વાહનના FASTagમાંથી રકમ કાપી લેવામાં આવે છે. NHAI અને NPCI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કુલ 4.64 અબજ FASTag વ્યવહારોમાં માત્ર 0.03% ખોટી કપાત થઈ, પરંતુ સરકાર આને ગંભીરતાથી લઇ રહી છે.

 હવે મેન્યુઅલ એન્ટ્રીને દૂર કરવા માટે તૈયારી

સરકાર હવે મેન્યુઅલ એન્ટ્રીને દૂર કરવા માટે તૈયારી કરી રહી છે, જેથી ખોટી ટોલ કપાત અટકાવી શકાય અને જનતાને અસુવિધા ન થાય. FASTag લાગુ થવાથી ટોલ પ્લાઝા પાર થવાનો સમય નોંધપાત્ર રીતે ઘટીને સરેરાશ 12.2 મિનિટથી માત્ર 40 સેકન્ડ થયો છે. નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં રાષ્ટ્રીય હાઈવે અને એક્સપ્રેસવે નેટવર્ક પરથી ટોલ વસૂલાત ₹50,195 કરોડ રહી છે.

તમારા FASTag પર એલર્ટ સેટ કરી શકો

FASTag વપરાશકર્તાઓ માટે સાવચેતી મહત્વપૂર્ણ છે. તમે તમારા FASTag પર એલર્ટ સેટ કરી શકો છો જેથી કોઈ પણ ખોટી કપાતની માહિતી તરત મળે. તમારા બેંક FASTag એપ અથવા પોર્ટલ પર લોગઈન કરી “એલર્ટ” અથવા “નોટિફિકેશન” સેટ કરી શકો છો. ન્યૂનતમ બેલેન્સ મર્યાદા સેટ કરીને જ્યારે બેલેન્સ ઓછું થાય ત્યારે તરત SMS ચેતવણી મેળવો. વધુમાં, મિસ્ડ કોલ દ્વારા પણ બેલેન્સ ચેક કરી શકાય છે. ખાતરી કરો કે FASTag સક્રિય અને યોગ્ય મોબાઇલ નંબર સાથે લિંક થયેલ છે. આ રીતે, ખોટી ટોલ કપાતથી બચવું અને તમારી FASTag વ્યવહારો પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું શક્ય છે.

આ પણ વાંચો : Union Budget 2026 : આર્થિક સર્વે પછી બજેટ 2026 કેવું હશે? જાણો શું બદલાશે