calendar_todayMay 5, 2026
Gadhinagar: જનતા PM મોદીની સકારાત્મક વિકાસની રાજનીતિ સાથે જોડાઈ રહી છેઃ મુખ્યમંત્રી
પિૃમ બંગાળ, આસામ અને પૂડુચેરી તેમજ ગુજરાતમાં ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના વિજયને વધાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ''જનતા સકારાત્મક રાજનીતિની સાથે જોડાઈ રહી છે'' એમ કહીને હારમાંથી પણ શીખીને સતત આગળ વધતા રહેવુ, વધવુ એ જ ભાજપના કાર્યકર્તાઓની વિશેષતા હોવાનનું જણાવ્યુ હતુ. ભારતમાં ભાજપના ઐતિહાસિક વિજયની આગેકૂચને સોમવારે કોબા સ્થિત પ્રદેશ કાર્યલાય- શ્રી કમલમે ઢોલ- નગરા વગાડી, ફટાકડા ફોડીને કાર્યકરોએ ઉજવી હતી. વંદે માતરમ અને જય શ્રી રામના નાદ સાથે થયેલી ઉજવણી વચ્ચે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોને પિૃમ બંગાળની ઝાલમૂરી અને રસગુલ્લાને ખવડાવીને મોઢુ મીઠુ કરાવ્યુ હતુ. આ વિજય માત્ર એક ચૂંટણીમાં મળેલી જીત નથી પરંતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસવાદ ઉપર જનતાએ મુકેલો અતૂટ વિશ્વાસ છે. કહેતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ચૂંટણી પરિણામોને વડાપ્રધાન મોદીની વિકાસની રાજનીતિ અને વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પનો વિજય ગણાવ્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો