android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Galgotias AI Summit: કોણ છે પ્રોફેસર નેહા સિંહ?, ચાઇનીઝ રોબોટ વિવાદ બાદ માંગ રહ્યા છે નોકરી

calendar_todayFebruary 19, 2026

Galgotias AI Summit: કોણ છે પ્રોફેસર નેહા સિંહ?, ચાઇનીઝ રોબોટ વિવાદ બાદ માંગ રહ્યા છે નોકરી


તેઓએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રોફાઇલ અપડેટ કરીને ઓપન ટૂ વર્ક કર્યુ છે.

નેહા સિંહ નોકરીની શોધમાં

ગલગોટિયા યુનિવર્સિટીના પ્રોફેસર નેહા સિંહ એઆઇ સમિટમાં થયેલા રોબોટ ડોગ વિવાદ બાદ ચર્ચામાં આવ્યા છે. ગલગોટિયા યુનિવર્સિટી તરફથી માફીનામું પ્રસિદ્ધ કરાયુ છે. અને આ તરફ, નેહા સિંહે નોકરી માટે અરજીઓ કરવાનું શરુ કર્યુ છે. ગલગોટિયા યુનિવર્સિટીમાંથી તેમને સસ્પેન્ડ કરાયા છે. નેહા સિંહના સોશિયલ મીડિયા પરના નોકરી માટેના અરજીઓનો સ્ક્રીન શોટ વાયરલ થયો છે.

કોમ્યુનિકેશન પોતાની ઓળખ

નેહા સિંહે પોતાના બાયોમાં કોમ્યુનિકેશનને પોતાની ઓળખ બતાવી છે. તેઓએ લખ્યુ છે કે, કોમ્યુનિકેશન માત્ર સ્કિલ નથી.પણ આત્મવિશ્વાસ અને ઓળખ બનાવવાની શક્તિ છે. તેઓએ વધુમાં લખ્યુ છે કે, ભાષા, અભિવ્યક્તિ અને સ્ટેજ પ્રેઝેન્ટના માધ્યમથી વિદ્યાર્થીઓને ઘડવા પર ભાર મુક્યો છે. નેહા વધુમાં લખે છે કે, ભાષા માત્ર પકડ નથી. પણ લોકો સાથે સંપર્ક સાધવાનું પ્રબળ સાધન છે.

અભ્યાસ અને વ્યવસાય અંગે માહિતી

નેહા સિંહની પ્રોફાઇલ અનુસાર તેઓ ગલગોટિયા યુનિવર્સિટીના કોમ્યુનિકેશન વિભાગના હેડ છે. તેઓએ સ્પષ્ટતા કરી છે કે, તેઓ કોર ટેક્નિકલ ફેક્લટીનો ભાગ નથી. તેઓ મેનેજમેન્ટ અને કોમ્યુનિકેશન સાથે જોડાયેલી શિક્ષિકા છે. નેહા સિંહના કામ પર નજર કરીએ તો તેઓ ગલગોટિયા યુનિવર્સિટીમાં નંબર 2023થી આસિસ્ટેન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. 2022થી 2023 સુધી તેઓ ગ્રેટર નોઇડાની શારદા યુનિવર્સિટીમાં આસિસ્ટેન્ટ પ્રોફેસર હતા. અને તેના પણ અગાઉ તેઓ GITAMમાં મે 2018થી 2019 સુધી આસિસ્ટેન્ટ પ્રોફેસર તરીકે કામ કરી ચુક્યા છે.

આ પણ વાંચોઃ