android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: ખ-1 થી ગ-1 વચ્ચે રોડના કોન્ટ્રાક્ટરે ગટરનું ગંદુ પાણી ભરી દીધું

calendar_todayMarch 31, 2026

Gandhinagar: ખ-1 થી ગ-1 વચ્ચે રોડના કોન્ટ્રાક્ટરે ગટરનું ગંદુ પાણી ભરી દીધું

ખ-1 થી ગ-1 વચ્ચે ગટરના ગંદા પાણી ભરેલા જોઈને એક તબક્કે ગટર લાઈન તૂટી હોવાની આશંકા લોકોને થઈ હતી. પરંતુ ધ્યાનથી જોતાં ખબર પડી કે કોન્ટ્રાક્ટર દ્વારા ગટરમાંથી મોટર દ્વારા સીધેસીધું ગંદુ પાણી ખેંચવામાં આવી રહ્યું છે. જેના કારણે સમગ્ર વિસ્તાર ગટરના દુષિત પાણીથી ગંધાઈ ઉઠયો છે. ગટરટ લાઈન નાંખ્યા બાદ માટીને બેસાડવા માટે પાણી ભરવું જરૂરી છે. પરંતુ અહીં કોન્ટ્રાક્ટરે પાણીના ટેન્કરોનો ખર્ચ બચાવવા સીધું ગટરમાંથી જ પાણી ઉલેચી બંબાકાર સર્જી દીધો છે. તંત્રના અધિકારીઓ પણ આ કારનામામાં સામેલ હોવા જોઈએ. સરકારના મંત્રીઓને આ વિસ્તારના રહીશો કહી રહ્યા છે કે, એકવાર તો અહીંથી પસાર થાવ!!! ટેન્ડરમાં કદાચ આ શરત મૂકી હશે, પુરાણ બાદ ટેન્કરથી નહી પણ ગટરમાંથી જ પાણી ઉલેચી લેવું. લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરાઈ રહ્યા છે. બે દિવસથી લોકો આ કૃત્ય સહન કરી રહ્યા છે. સરકારે ખૂદ અધિકારીઓ પાસેથી જવાબ માંગવો જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો