android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: સિવિલ હોસ્પિટલમાં ટાઇફોઇડના 113 દર્દીઓ નોંધાયા, બાળકોમાં સંક્રમણ વધતા ચિંતા

calendar_todayJanuary 4, 2026

Gandhinagar: સિવિલ હોસ્પિટલમાં ટાઇફોઇડના 113 દર્દીઓ નોંધાયા, બાળકોમાં સંક્રમણ વધતા ચિંતા

ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ મિતા પરીખ દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના નિવેદન અનુસાર, શહેરમાં ટાઇફોઇડના કુલ દર્દીઓનો આંકડો 113 પર પહોંચી ગયો છે.

ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક વધારો 

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ મિતા પરીખે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં ટાઇફોઇડના નવા ૯ દર્દીઓ નોંધાયા છે. જોકે, રાહતના સમાચાર એ છે કે આ જ સમયગાળા દરમિયાન 19 દર્દીઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા (ડિસ્ચાર્જ) આપવામાં આવી છે.

બાળકો અને કિશોરો સૌથી વધુ પ્રભાવિત

આ આંકડાઓમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તમામ સંક્રમિત દર્દીઓની ઉંમર 1 થી 16 વર્ષ ની વચ્ચે છે. બાળકોમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. હાલમાં:

નાગરિકોને સાવચેતી રાખવા અપીલ 

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં દાખલ 94 દર્દીઓને જરૂરી તમામ સારવાર આપવામાં આવી રહી છે. ડોક્ટરોની ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે. પાણીજન્ય અને ખોરાકજન્ય રોગ હોવાથી નાગરિકોને સાવચેતી રાખવા અને ઉકાળેલું પાણી પીવા તેમજ બહારનો ખુલ્લો ખોરાક ન ખાવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: કુદરતી આપત્તિ સામે પૂર્વતૈયારીના ભાગરૂપે દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં 'મોકડ્રીલ' યોજાઈ