android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: કોબા-એરપોર્ટ રોડ પર નર્મદા કેનાલ પર આકાર લેશે 12 લેનનો વિશાળ બ્રિજ, કેનાલમાં પોન્ટૂન પ્લેટફોર્મ લોન્ચ કરાયું

calendar_todayAugust 29, 2026

Gandhinagar: કોબા-એરપોર્ટ રોડ પર નર્મદા કેનાલ પર આકાર લેશે 12 લેનનો વિશાળ બ્રિજ, કેનાલમાં પોન્ટૂન પ્લેટફોર્મ લોન્ચ કરાયું

ગાંધીનગરના સૌથી વ્યસ્ત અને મહત્વના ગણાતા કોબા-એરપોર્ટ રોડ નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય નહેર પર વાહનવ્યવહારની સુગમતા માટે 12 લેન ધરાવતો નવો અને વિશાળ બ્રિજ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ વિશાળ બ્રિજના નિર્માણકાર્યમાં કેનાલની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અદ્યતન સિવિલ એન્જિનિયરિંગ ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો છે.

નર્મદા કેનાલ પર પોન્ટૂન પ્લેટફોર્મ સફળતાપૂર્વક લોન્ચ

આ યોજના અંતર્ગત કેનાલની મધ્યમાં કામગીરી કરી શકાય તે માટે 90 ટન જેટલી ભારે લોડ ક્ષમતા ધરાવતું અત્યાધુનિક પોન્ટૂન (ફ્લોટિંગ વર્કિંગ પ્લેટફોર્મ) તૈયાર કરવામાં આવ્યું છે. આ ભારે સ્ટ્રક્ચરને નહેરમાં સુરક્ષિત રીતે ઉતારવા માટે બે 400 ટનની ક્ષમતા ધરાવતી વિશાળ ક્રેનનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે કેનાલ પર બ્રિજનું કામ કરવાનું હોય ત્યારે પાણીનો પ્રવાહ રોકવો પડતો હોય છે, જેથી પીવાના અને સિંચાઈના પાણીની મોટાપાયે અછત સર્જાય છે. પરંતુ આ પોન્ટૂન ટેકનોલોજીના કારણે નર્મદા કેનાલમાંથી વહેતો પાણીનો પુરવઠો યથાવત્ રહેશે અને સાથે સાથે બ્રિજના પિલર અને બાંધકામની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરી શકાશે.

નહેરના પાણીનો પ્રવાહ રોક્યા વગર બ્રિજનું નિર્માણ

પાણીનો પ્રવાહ અટકાવ્યા વિના કામગીરી થતાં અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાત તરફ જતો પીવાનો અને સિંચાઈનો પુરવઠો અવિરત રહેશે.એરપોર્ટ અને ગાંધીનગર વચ્ચે સતત વધતા જતા વાહનવ્યવહારને ધ્યાને રાખીને 12 લેન બ્રિજ ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરશે.90 ટનની ક્ષમતાવાળું આ ફ્લોટિંગ પ્લેટફોર્મ કેનાલની અંદર ભારે મશીનરી અને કામદારોને સુરક્ષિત બેઝ પૂરો પાડશે.

આ પણ વાંચો: Gujarat Police Recruitment : પોલીસ ભરતીનું મોટું અપડેટ, લોકરક્ષક કેડરની 3000 નવી જગ્યાઓ, ધોરણ 12 પાસ માટે તક