android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar : હાઈકોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી અપાવવાના બહાને 12 લાખની છેતરપિડીં, સેક્ટર 7 પોલીસ મથકમાં નોંધાયો ગુનો

calendar_todayJanuary 30, 2026

Gandhinagar : હાઈકોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી અપાવવાના બહાને 12 લાખની છેતરપિડીં, સેક્ટર 7 પોલીસ મથકમાં નોંધાયો ગુનો

ગાંધીનગરમાં હાઈકોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી અપાવવાના બહાને મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. વર્ષ 2025માં ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરની ભરતી માટે જાહેરાત બહાર પડતા આ તકનો લાભ લઈ ઠગબાજે એક યુવક પાસેથી રૂ.12 લાખ પડાવી લીધા હોવાનું બહાર આવ્યું છે.

નોકરીમાં પાસ કરાવી આપવાની લાલચ આપી

મળતી માહિતી મુજબ ગાંધીનગરના સેક્ટર 3 વિસ્તારમાં રહેતા એક ભાડુઆતે નોકરીમાં પાસ કરાવી આપવાની લાલચ આપી હતી.

આરોપીએ 12 લાખ વસૂલ્યા

આરોપીએ પોતાની ઓળખાણ હોવાનો દાવો કરી ડ્રાઈવર તરીકે નિશ્ચિત નોકરી અપાવવાનું કહી રૂપિયા માંગ્યા હતા. વિશ્વાસમાં લઈ આરોપીએ 12 લાખ વસૂલ્યા હતા.

પોલીસ દ્વારા પાર્થિવ કપૂર સામે છેતરપિંડીનો ગુનો

સમય વિતવા છતાં નોકરી ન મળતા અને સંપર્ક તૂટતા પીડિતને છેતરપિંડીની શંકા જતા સમગ્ર મામલે સેક્ટર-7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા પાર્થિવ કપૂર સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આરોપીની શોધખોળ

હાલ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે તેમજ અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ આ પ્રકારની છેતરપિંડી થઈ છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. 


આ પણ વાંચો-----    DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ