android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: શહેરમાં એક મહિનામાં 125 પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાયું: લોકો હજુ પણ નિષ્ક્રિય

calendar_todayJanuary 16, 2026

Gandhinagar: શહેરમાં એક મહિનામાં 125 પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાયું: લોકો હજુ પણ નિષ્ક્રિય

ગાંધીનગર કોર્પોરેશન દ્વારા પેટ ડોગ રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યો છે. ગત 15 ડિસેમ્બરથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

ત્યારથી છેલ્લા એક માસ દરમિયાનમાં 125 ડોગના રજિસ્ટ્રેશન થવા પામ્યા છે. હજુ બે મહિનાનો સમયગાળો છે. શ્વાનને ઘરમાં રાખવું હશે તો તેનું કોર્પોરેશનમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તેમાં કોઈ છૂટકારો નથી.

હાલમાં ગાંધીનગરમાં શ્વાનની રજિસ્ટ્રેશન ફી રૂ. 300 રાખવામાં આવી છે. અમદાવાદમાં પણ શરૂમાં રજિસ્ટ્રેશ; ફી ઓછી રખાઈ હતી. પરંતુ લોકોએ અમદાવાદના આ નિર્ણયને હળવાશમાં લીધું અને રજિસ્ટ્રેશનનો આંકડો ખૂબ જ ઓછો શરૂ-શરૂમાં રહ્યો હતો. પરંતુ તે પછી અમદાવાદ કોર્પોરેશન દ્વારા રજિસ્ટ્રેશન ફી 200 રૂપિયાથી વધારીને સીધી બે હજાર કરી દેવામાં આવી. રજિસ્ટ્રેશન કર્યા વગર ઘરમાં શ્વાન રાખી નહી શકાય, એ ગુનો બની શકે છે. શહેરમાં હાલમાં 125 જેટલા પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. 15 ડિસેમ્બરથી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્રણ મહિનાની મુદત આપવામાં આવી છે. જેમાં હજુ 60 દિવસ બાકી છે. ગાંધીનગરમાં પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવવામાં જાણે કે કોઈને રસ નથી તેવું લાગે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો