android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: ગાંધીનગરમાં ઠંડીનો પારો ત્રણ ડિગ્રી ગગડી 13.5 ઉપર અટક્યો

calendar_todayJanuary 2, 2026

Gandhinagar: ગાંધીનગરમાં ઠંડીનો પારો ત્રણ ડિગ્રી ગગડી 13.5 ઉપર અટક્યો

ગાંધીનગરમાં ઠંડીની વધઘટના સિલસિલામાં 24 કલાકમાં જ લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થયો હતો.

લઘુત્તમ તાપમાન ઘટાડા સાથે 13.5 ડિગ્રી નોંધાતા ઠંડીનો ચમકારો થયો હતો. બીજી તરફ મહત્તમ તાપમાન પણ 1.4 ડિગ્રીના ઘટાડા સાથે 27 ડિગ્રી ઉપર અટક્યું હતુ. ગાંધીનગર સહિત રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા જ હવે કાતિલ ઠંડી પડવાની સંભાવના જોવાઈ રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો હતો, જેને પગલે ગાંધીનગરમાં પણ ભર શિયાળે બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. બુધવારે ઠંડીનો પારો 13 ડિગ્રી નોંધાયા બાદ ગઈકાલે ગુરૂવારે 3.5 ડિગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી રહ્યું હતુ. જોકે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા ફરી ઠંડીનો પારો ગગડયો છે. 24 કલાકમાં જ 3 ડિગ્રીના ઘટાડા સાથે ઠંડીનો પારો 13.5 ડિગ્રી ઉપર રહ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દૂર થતાં જ હવે ઉત્તર તરફના સીધા પવનો શરૂ થાય તેમ છે. જેને પગલે હવે ગાંધીનગર સહિત રાજ્યભરમાં કાતિલ ઠંડી શરૂ થવાની શક્યતા છે. જેમાં ખરો શિયાળો હવે જામે તેવું હવામાન નિષ્ણાંતો માની રહ્યાં છે. વાદળો દૂર થતાં ભેજનું પ્રમાણમાં ઘટયું છે,

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો