android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: સે-16માં ઉભરાતી ગટરથી વેપારીઓ પરેશાન

calendar_todayApril 5, 2026

Gandhinagar: સે-16માં ઉભરાતી ગટરથી વેપારીઓ પરેશાન

સેક્ટર-16 કોમર્શિયલ વિસ્તારમાં ઉભરાતી ગટર સ્થાનિક વેપારી અને તંત્ર માટે પણ માથાનો દુઃખાવો બની ગઈ છે. ફૂડ કોર્ટની સામે બાજુ જ આવેલી ડ્રેનેજની ચેમ્બર છાશવારે ઉભરાય જાય છે. જેનું પાણી ઉભરાઈને ઘ-રોડને અડીને આવેલા સર્વિસ રોડ સુધી રેલાય છે. વેપારીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવતા તંત્ર દ્વારા અહીં ડ્રેનેજની સફાઈ કામગીરી કરાય છે. જોકે થોડા દિવસોમાં સ્થિતિ જૈસે થે થઈ જાય છે. જેમાં અહીં ટ્રેનેજની લાઈનમાં આડેધડ ઠલવાતા એઠવાડ, લોટ સહિતના કારણે સમગ્ર સ્થિતિનું નિર્માણ થતું હોવાનું કહેવાય છે. હોટેલ-રેસ્ટોરાંમાં કામ કરતાં ઘણા લોકો દ્વારા એઠવાડના યોગ્ય નિકાલને પગલે રાત્રીના અંધારામાં ગટરોમાં વહેતો કરી દેવાય છે. જેમાં ખાસ કરીને લોટ સહિતના કારણે થોડા સમયમાં જ લાઈન ચોકઅપ થઈ જાય છે. જેની અસરથી સેક્ટર-16 ખાતે આવેલી ગટર ઉભરાઈને 200થી 300 મીટર સુધી પાણી રેલાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો