calendar_todayMay 12, 2026
Gandhinagar: વૈશાખી વાયરા : 16 દિવસમાં બીજી વખત ગરમીનો પારો 44 ડીગ્રી પહોંચ્યો
ગાંધીનગરમાં ઉનાળાની સિઝનમાં બીજીવાર ગરમીનો પારો 44 ડીગ્રીએ પહોંચી ગયો હતો. ગત વર્ષમાં આખી સિઝનમાં એક જ વાર 44 ડીગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે આ વખતે 26 એપ્રિલના રોજ 44.2 ડીગ્રી બાદ આજે ફરી ગરમીનો પારો 44 ડીગ્રી નોંધાયો હતો. બપોરના સમયે શહેર જાણે કે અગનભઠ્ઠીમાં શેકાયું હોય તે રીતે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયાં હતા. કાળઝાળ ગરમીને પગલે બપોરના સમયે શહેરના માર્ગો સૂમસાન થઈ ગયા હતા. રાજ્યમાં વૈશાખી વાયરા વચ્ચે ગરમીનો પારો ઉચકાયો છે, ગરમીનો પારો આજે 44 ડીગ્રી પહોંચી જતાં નગરજનો તૌબા પોકારી ઉઠયાં હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો