calendar_todayMay 12, 2026
Gandhinagar: સે-16માં CNG માટે વાહનોની રસ્તા ઉપર લાઈન લાગી
તસવીર ઘ-5ના ખુણા ઉપર સેક્ટર-16માં આવેલા પેટ્રોલપંપની છે, જ્યાં સીએનજી પુરાવા માટે આવેલી ગાડીઓ દ્વારા રોડ બ્લોક થઈ ગયો હતો. આંતરિક રોડ ઉપર જ ગાડીઓની બે લાઈન લાગતા અન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામાનો કરવો પડયો હતો. સ્થાનિકોના મતે અહીં છાશવારે આ પ્રકારે લાઈનો લાગે છે, તેમાં મોડી સાંજે પણ ઘણીવાર આ પ્રકારે લાઈનો થતાં ટ્રાફીકજામ જેવી સ્થિતિ સર્જાય છે. સાંજના સમયે અહીં ફૂડકોર્ટમાં આવતા વાહનોની સંખ્યા પણ વધારે હોય છે. ત્યારે આવી સ્થિતિમાં અહીં યોગ્ય પ્રકારે ટ્રાફિક કે અન્ય લોકોને નડતર ન થાય તે રીતે વાહનોની લાઈનો કરાવાય તે ઈચ્છનિય છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો