android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar : ખાદ્ય પદાર્થોના નમૂનામાં ચોંકાવનારા આંકડા, 2.13 લાખ કિલો જથ્થો જપ્ત કરાયો

calendar_todayMarch 12, 2026

Gandhinagar : ખાદ્ય પદાર્થોના નમૂનામાં ચોંકાવનારા આંકડા, 2.13 લાખ કિલો જથ્થો જપ્ત કરાયો

રાજ્યમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તપાસ અંગે તાજા આંકડા સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાંથી કુલ 22,416 નમૂનાઓ લઈ વિવિધ ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસના પરિણામો ચોંકાવનારા છે જેમાંથી 1,197 નમૂનાઓ બિનપ્રમાણિત જાહેર થઈ, જ્યારે 3,009 નમૂનાઓની તપાસ હજુ બાકી છે.

રાજ્યભરમાંથી કુલ 2.13 લાખ કિલો ખાદ્ય પદાર્થો જપ્ત

તપાસ દરમિયાન મુખ્યત્વે દૂધ, ઘી, પનીર અને માવાના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. બિનપ્રમાણિત નમૂનાઓમાંથી ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે જોખમરૂપ હતા, જેના લીધે ગેરકાયદે ઉત્પાદન કરનારી કંપનીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી. રાજ્યભરમાંથી કુલ 2.13 લાખ કિલો ખાદ્ય પદાર્થો જપ્ત કરવામાં આવ્યા.

2 કરોડ 37 લાખ 60 હજારનો દંડ વસૂલ્યો

સરકાર દ્વારા ખાદ્ય સલામતીના નિયમોને ભંગનારાઓને દંડિત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ રૂ. 2 કરોડ 37 લાખ 60 હજારનો દંડ વસૂલ્યો છે. તંત્રના જણાવ્યા પ્રમાણે, આ પગલાંનો હેતુ બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવું અને જનજાગૃતિ વધારવી છે.


આ પણ વાંચો----    Gandhinagar : ગેસની સ્થિતિ પર જીતુ વાઘાણીનું નિવેદન, સરકાર પાસે હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો છે