calendar_todayJanuary 1, 2026
Gandhinagar: 2010 બેચના 7 IAS અધિકારીઓને સુપર ટાઇમ સ્કેલમાં બઢતી, કચ્છ અને અમદાવાદના કલેક્ટરને બઢતી
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 2010 બેચના કુલ 7 વરિષ્ઠ IAS અધિકારીઓને સુપર ટાઇમ સ્કેલમાં બઢતી આપવામાં આવી છે. બઢતી મળતા વહીવટી તંત્રમાં વધુ પ્રતિષ્ઠા અને જવાબદારી ઉમેરાશે એવી આશા છે.
બઢતી પામેલા અધિકારીઓમાં નીચેના નામો સામેલ છે
બઢતી પામેલા અધિકારીઓમાં કચ્છ-ભુજના કલેક્ટર આનંદ બબુલાલ પટેલ, અમદાવાદના કલેક્ટર સુજીત કુમાર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર ડૉ. નરેન્દ્ર કુમાર મીણા, ટેકનિકલ એજ્યુકેશનના કમિશનર બી.એચ. તલાટી, માહિતી વિભાગના કમિશનર કે.એલ. બચાણી, પાટણના કલેક્ટર તુષારકુમાર વાય. ભટ્ટ અને વડાપ્રધાન કાર્યાલયમાં પ્રાઇવેટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ડૉ. હાર્દિક સતીશચંદ્ર શાહ જેમને IAS (પે) રૂલ્સ-2016 હેઠળ પ્રોફોર્મા બઢતી આપવામાં આવી છે. તેમની સેવાઓ ભારત સરકાર પાસે જ યથાવત રાખવામાં આવશે.
તમામ અધિકારીઓને હાલના પદ પર જ ફરજ ચાલુ રાખવા માટે નિયુક્ત
સરકારી આદેશ અનુસાર બઢતી બાદ તમામ અધિકારીઓને હાલના પદ પર જ ફરજ ચાલુ રાખવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો---- LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો