android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar : આંગણવાડીના ભૂલકાંઓ માટે આધારશિલા, જૂન 2026થી રાજ્યમાં નવો અભ્યાસક્રમ થશે અમલી

calendar_todayJanuary 28, 2026

Gandhinagar : આંગણવાડીના ભૂલકાંઓ માટે આધારશિલા, જૂન 2026થી રાજ્યમાં નવો અભ્યાસક્રમ થશે અમલી

ગુજરાત રાજ્યના આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેટ ECCE (Early Childhood Care and Education) કાઉન્સિલની તાજેતરમાં મળેલી બેઠકમાં પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમ આધારશિલાને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.

નવો અભ્યાસક્રમ જૂન 2026 ના શૈક્ષણિક વર્ષથી થશે લાગુ

આ નવો અભ્યાસક્રમ જૂન 2026 ના શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ આંગણવાડીઓમાં લાગુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને માત્ર પુસ્તકીયું જ્ઞાન આપવાને બદલે તેમના માનસિક અને શારીરિક વિકાસ પર ભાર મૂકવાનો છે. આ અંતર્ગત બાળકોને દરરોજ 4 કલાક રમત-ગમત સાથે ગમ્મતભર્યું શિક્ષણ આપવામાં આવશે.

મારી વિકાસ યાત્રા પુસ્તિકાને પણ મંજૂરી મળી

બાળકોના વિકાસના માપદંડોને ટ્રેક કરવા માટે “મારી વિકાસ યાત્રા” નામની ખાસ પુસ્તિકાને પણ મંજૂરી મળી છે. આ પુસ્તિકા દ્વારા દરેક બાળકની શીખવાની ક્ષમતા અને તેમના શારીરિક-માનસિક ફેરફારોનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવશે.આ અભ્યાસક્રમને અસરકારક રીતે લાગુ કરવા માટે રાજ્યભરની આંગણવાડી કાર્યકરોને વિશેષ તાલીમ આપવામાં આવશે. આ તાલીમ દ્વારા કાર્યકરો બાળકોને આધુનિક પદ્ધતિથી કેવી રીતે ભણાવવા અને રમત-ગમતમાં કેવી રીતે વ્યસ્ત રાખવા તે અંગે સજ્જ થશે.

આ પણ વાંચોઃ Surat : ચીઝના નામે ઝેર? સુરતના સરથાણામાં 540 કિલો ચીઝનો અખાદ્ય જથ્થો ઝડપાયો