calendar_todayJanuary 27, 2026
Gandhinagar: ગુજરાત મહેસૂલ વિભાગમાં બદલીઓનો ગંજીપો, 207 મહેસૂલી તલાટી અને 145 નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલી
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગે એકસાથે 207 મહેસૂલી તલાટીઓ અને 145 નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલીના આદેશ જારી કરતા મહેસૂલી આલમમાં ભારે હલચલ મચી ગઈ છે.
વહીવટી સુધારણા અને જિલ્લા ફેરબદલી
લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ મુજબ207 મહેસૂલી તલાટી આ તમામ કર્મચારીઓને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલી (District Transfer) કરવામાં આવી છે.145 નાયબ મામલતદાર વહીવટી સરળતા અને ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે રાજ્યના વિવિધ ભાગોમાં ફરજ બજાવતા 145 નાયબ મામલતદારોની બદલીના આદેશ થયા છે.




