android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar : મુંબઈ ટેક્સીમાં રહી ગયેલો પાસપોર્ટ યુવકને 24 કલાકમાં પરત મળ્યો

calendar_todayOctober 15, 2026

Gandhinagar : મુંબઈ ટેક્સીમાં રહી ગયેલો પાસપોર્ટ યુવકને 24 કલાકમાં પરત મળ્યો

કેનેડાથી મુંબઈ ફ્લાઈટમાં ઉતરેલો હિંમતનગરનો યુવક ટેક્સીમાં પોતાનું પર્સ ભૂલી ગયો હતો. જેમાં તેના બે મોંઘા મોબાઈલ અને પાસપોર્ટ હતો. મુંબઈથી ટ્રેનમાં બેસીને ગુજરાત પહોંચી ગયેલા યુવકે ગાંધીનગ જિલ્લા પંચાયતના સભ્યનો સંપર્ક કર્યો હતો. જેઓ મારફતે સમગ્ર બાબત ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ત્યાંથી ગાંધીનગર રેન્જ આઈજી સુધી પહોંચી હતી. જેઓની મુંબઈ પોલીસનો સંપર્ક કરતાં યુવકનું પર્સ 24 કલાકમાં જ તેને પરત મળી ગયું હતું મૂળ હિંમતનગરનો યુવક પ્રેમ ગીરીશભાઈ પટેલ બે દિવસ પહેલાં કેનેડાથી મુંબઈ એરપોર્ટ ઉપર ઉતર્યો હતો. એરપોર્ટથી ટેક્સી કરીને તે રેલવે સ્ટેશન ગયો હતો, જ્યાંથી તે ટ્રેનમાં બેસીને ગુજરાત આવ્યો હતો. ટ્રેન પકડવાની દોડદાડમાં તે પોતાનું પર્સ ટેક્સીમાં જ ભૂલી ગયો હતો. પર્સમાં બે મોબાઈલ અને ખાસ કરીને તેનો પાસપોર્ટ હતો. પાસપોર્ટ ખોવાઈ જતાં ફરીથી પાસપોર્ટ કઢાવવાની માથાકૂટ કરવા સાથે ખોવાયેલા પાસપોર્ટનો મીસયુઝ થવાનો ભય યુવકને હતો. સમગ્ર બાબતની જાણ યુવકે ગાંધીનગર જિલ્લા પંચાયતના સાદરા બેઠકના સભ્ય દશરથભાઈ પટેલને કરી હતી. જેને પગલે તેઓ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે પહોંચ્યા હતા. જેને પગલે ત્યાંથી ગાંધીનગર રેંજ આઈજીને સમગ્ર બાબતે જાણ કરાઈને તેઓને મળવાનું કહેવાયું હતું જેને પગલે દશરથભાઈ પટેલ સહિતના લોકો ત્યાં પહોંચતા રેંજ આઈજીએ મુંબઈ પોલીસને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતા જ મુંબઈ પોલીસે ટેક્સીની શોધખોળ આદરી હતી. જેમાં સીસીટીવીના આધારે યુવક એરપોર્ટ ઉપરથી નીકળીને કઈ ટેક્સીમાં બેઠો હતો તે પોલીસે શોધી કાઢયું હતું મુંબઈ પોલીસે ટેક્સી ચાલક પાસેથી પર્સ મળી ગયું હોવાની જાણ કરી હતી. જેને પગલે યુવક અને જિ. પં. સભ્ય મુંબઈ જઈને પોલીસ પાસેથી પર્સ લઈ આવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો