android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: સે-24માં સિલિન્ડર બ્લાસ્ટ : સળગતો બાટલો 3 માળના મકાનના ધાબે પડયો

calendar_todayFebruary 26, 2026

Gandhinagar: સે-24માં સિલિન્ડર બ્લાસ્ટ : સળગતો બાટલો 3 માળના મકાનના ધાબે પડયો

સેક્ટર-24માં ઈંડાની લારીમાં ગેસનું સિલિન્ડર બ્લાસ્ટ થઈ હવામાં ઉછળી સામે ત્રણ માળના બંધ મકાનના ધાબે જઈ પડયું હતું. ધાબા પર પડેલો કચરો સળગવા લાગતાં રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગેસનો બાટલો બ્લાસ્ટ થયો અને હવામાં ઉછળ્યો એ સમયે રસ્તા પરથી કોઈ જઈ રહ્યું નહતું, અન્યથા જાનહાનિ થઈ શકી હોત. આ ઘટનાએ સૌને હલબલાવી મૂક્યા છે. આ વિસ્તારના નગરસેવક અને સેનિટેશન ચેરમેન અંકિત બારોટે સમયસૂચકતા વાપરી તુરંત ફાયરબ્રિગેડનો સંપર્ક કરતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મકાનના ધાબા પર લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો