android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: કડી પછી ગણદેવી પાલિકા પણ મેળવી, ઉમેદવારી પાછી ખેંચાયા પૂર્વે ભાજપનો રેકોર્ડ : 300 બિનહરીફ

calendar_todayApril 13, 2026

Gandhinagar: કડી પછી ગણદેવી પાલિકા પણ મેળવી, ઉમેદવારી પાછી ખેંચાયા પૂર્વે ભાજપનો રેકોર્ડ : 300 બિનહરીફ

ઉમેદવારી કરવાના છેલ્લા દિવસે શનિવારે માત્ર સિંગલ ફોર્મ ભરાવાને કારણે 135 બેઠકો બિનહરિફ મેળવનાર ભાજપને સોમવારે ચકાસણીના દિવસે વધારે 165 બેઠકોનો વગર ચૂંટણીએ ફાયદો થયો છે ! 15મી એપ્રિલને બુધવારની બપોરે ત્રણ કલાક સુધી ઉમેદવારી પત્ર પાછી ખેંચવાનો સમય બાકી રહ્યો છે, તેના પહેલા જ 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી હેઠળની 9,992 બેઠકોને બદલે સોમવાર સુધીમાં 300થી વધુ બેઠકો- મતક્ષેત્રોમાં વગર મતદાને જનપ્રતિનિધિઓ મળી ચૂક્યા છે. નવસારીના ગણદેવી નગરપાલિકામાં કોંગ્રેસના 18 ઉમેદવારોએ મેન્ડેટ પહોંચાડવામાં 10 મિનિટ વિલંબ કરતા ચૂંટણી અધિકારીએ તેમના ફોર્મ જ રદ્દ કરતા મહેસાણાની કડી પછી આ બીજી પાલિકામાં પણ 26મી એપ્રિલના મતદાન પહેલા જ ભાજપને સ્પષ્ટ બહુમતિ મળ્યાનું ચિત્ર ઉપસ્યુ છે.

માત્ર ગણદેવી કે કડી જ નહી, પરંતુ પંચમહાલની શહેરા અને મહેસાણાની ઊંઝા પાલિકામાં પણ ભાજપે ચૂંટણી પહેલા બિનહરિફ ઉમેદવારોને કારણે શાસન ચલાવી શકાય એટલી સ્પષ્ટ બહુમતિ મેળવી લીધી છે. ગણદેવી પાલિકાના ઘટનાક્રમ અંગે ચૂંટણી અધિકારીએ કહ્યુ કે, રાજ્ય ચૂંટણી આયોગમાં નોંધાયેલા માન્ય રાજકીય પક્ષના ઉમેદવારે ઉમેદવારી પત્ર રજૂ કરવાના છેલ્લા દિવસે બપોરના ત્રણ કલાક પહેલા સંબંધિત પક્ષનું અધિકૃત મહાનુભાવનુ નિયત નમૂના- 'ક' તથા તેમની સહીવાળુ નિયત નમૂના 'ખ'માં જરૂરી મેન્ડેટ અસલમાં ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું હોય છે. અહીં, કોંગ્રેસના ઉમેદવારો નિયત સમયમાં મેન્ડેટ રજૂ કરી શક્યા નથી એથી તેમના ફોર્મ રદ્દ થાય છે. ફોર્મ ચકાસણીના દિવસે પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકામાં ભાજપના 28માંથી 15 ઉમેદવારો, તાલુકા પંચાયતમાં 28માંથી 7 અને જિલ્લા પંચાયતમાં એક ઉમેદવાર બિનહરિફ જાહેર થયા હતા. મોડી રાત સુધી ફોર્મ ચકાસણીના પછી રદ્દ ઉમેદવારી પત્રો અને બિનહરિફ ઉમેદવારોના ડેટાને વેરિફિકેશનનું કામ ચાલી રહ્યાનું કહેતા રાજ્ય ચુંટણી આયોગના અધિકારીઓએ સોમવારે રાતે 10-30 કલાકની સ્થિતિએ કુલ 300થી વધુ બેઠકો બિનહરિફ રહ્યાનું કહ્યુ હતુ. જેમાં મ્યુનિ. કોર્પોરેશનની 20, નગરપાલિકાની 178, જિલ્લા પંચાયતની 12, તાલુકા પંચાયતની 90 બેઠકોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનિય છે કે, વર્ષ 2021માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં કુલ 221 બેઠકો બિનહરિફ રહી હતી. જેમાંથી ભાજપના 220 ઉમેદવારો બિનહરિફ રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો