android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: ઇન્ચાર્જ ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ પહેલા જ દિવસે એક્શનમાં, 31 ડિસેમ્બરની રાત્રે બંદોબસ્તનું નિરીક્ષણ કર્યુ

calendar_todayJanuary 1, 2026

Gandhinagar: ઇન્ચાર્જ ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ પહેલા જ દિવસે એક્શનમાં, 31 ડિસેમ્બરની રાત્રે બંદોબસ્તનું નિરીક્ષણ કર્યુ

રાજ્યના નવા ઇન્ચાર્જ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ ડૉ. કે.એલ.એન. રાવે કામગીરી શરૂ કરી દીધી છે. ચાર્જ સંભાળ્યા બાદ તેઓ જાતે જ પેટ્રોલિંગ પર નીકળ્યા હતા.

પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કરવા માટે વિવિધ વિસ્તારોમાં ફર્યા

ડૉ. કે.એલ.એન. રાવ ગાંધીનગર શહેરમાં 31 ડિસેમ્બરની રાત્રિ દરમિયાન ગોઠવાયેલા પોલીસ બંદોબસ્તનું નિરીક્ષણ કરવા માટે વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા. આ દરમિયાન તેમણે અલગ-અલગ સ્થળોએ પોલીસ વ્યવસ્થા, પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો.

ગઈકાલે રાત્રે જ રાજ્ય સરકારે ડૉ. કે.એલ.એન. રાવને ઇન્ચાર્જ ડીજીપી તરીકેની જવાબદારી સોંપી

ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે જ રાજ્ય સરકારે ડૉ. કે.એલ.એન. રાવને ઇન્ચાર્જ ડીજીપી તરીકેની જવાબદારી સોંપી હતી. નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રાખવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીનું મેદાનમાં ઉતરવું પોલીસ વિભાગની સતર્કતા દર્શાવે છે.


આ પણ વાંચો----   LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો