calendar_todayJanuary 7, 2026
Gandhinagar: સરગાસણના વૃદ્ધ ડિજિટલ એરેસ્ટ કરીને ગઠિયાએ રૂ.35.25 લાખ પડાવી લીધા
સરગાસણના એક વૃધ્ધને સાયબર ગઠિયાઓએ એક સપ્તાહ સુધી ડિઝીટલ એરેસ્ટ રાખી 35.25 લાખ પડાવી લીધા હતા.
છેતરપીંડીનો ભોગ બનેલા વૃધ્ધ હરિકિશોર રામાસીસ ઠાકુર સરગાસણ સિધ્ધિ વિનાયક પાર્ક સોસાયટીમાં રહે છે. તેઓ મુળ બિહારના વતની છે. ગત તા. 11ના રોજ તેઓને વોટ્સએપ પર ટ્રાઇના અધિકારી તારા નિમ્બુઝ તરીકે ઓળખ આપનાર મહિલાએ ફોન કરીને તેઓની સામે આધારકાર્ડનો ખોટો ઉફયોગ, વાયોલન્સ સેન્ટીંગ, હેરેસમેન્ટ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી, જુગાર જેવા ઘણા કેસો હોવાની વાત કરી ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વૃધ્ધે આ બાબત ખોટી હોવાનું કહેતા આ વ્યક્તિએ ખેલ નાખ્યો હતો.
તેણે મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમમાં વાત કરાવું તેમ કહીને શંકર પાટીલ નામના પોલીસ સબ ઇન્સપેક્ટરની ઓળખ આપનાર વ્યક્તિ સાથે ફોન પર સંપર્ક કરાવ્યો હતો. શંકર પાટીલે તેમની સામે મનીલોન્ડરીંગનો કેસ હોવાનું કહી સુપ્રિમ કોર્ટનો ઓર્ડર વોટ્સએપ કર્યો હતો. ત્યારબાદ મુંબઇ ક્રાઇમ બ્રાંચના ડીસીપી એસ.કે. જયસ્વાલ હોવાનું કહીને અન્ય એક શખસ સંપર્કમાં આવ્યો હતો. તેણે 90 દિવસની પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે તેમ કહીને વૃધ્ધને સતત સાત દિવસ સુધી ફોન પર ડરાવ્યા હતા. આથી વૃધ્ધડરી ગયા હતા અને તેઓએ એફડી સહિતના રોકાણ કરેલા પૈસા પરત પોતાના એકાઉન્ટમાં મેળવી 35.25 લાખ જેટલી માતબર રકમ સાયબર ગઠિયાઓએ આપેલ બેંક એકાઉન્ટમાં ત્રણ ટ્રાન્જેક્શન મારફત જમા કરાવી દીધા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો