android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar : 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપી સામે માત્ર 17 દિવસમાં ચાર્જશીટ દાખલ કરાઇ,આરોપી ભાગતા મહિલા પીઆઇએ ફાયરિંગ કરેલું

calendar_todayJanuary 3, 2026

Gandhinagar : 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપી સામે માત્ર 17 દિવસમાં ચાર્જશીટ દાખલ કરાઇ,આરોપી ભાગતા મહિલા પીઆઇએ ફાયરિંગ કરેલું

ગાંધીનગરથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગાંધીનગરમાં 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપી સામે માત્ર 17 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી દેવાઇ છે.

માત્ર 17 દિવસમાં આરોપી રામ યાદવ સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી

ગત 15 ડિસેમ્બરના રોજ ગાંધીનગરમાં 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. આ ગંભીર મામલે ગાંધીનગર પોલીસે માત્ર 17 દિવસમાં આરોપી રામ યાદવ સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે.

તમામ પુરાવા સામેલ કરાયા

ચાર્જશીટમાં FSL રિપોર્ટ, ટેક્નિકલ અને વૈજ્ઞાનિક પુરાવા સહિત તમામ પુરાવા સામેલ કરાયા છે, જે તપાસને મજબૂત બનાવે છે. આ મામલે કોર્ટ દ્વારા આગળની સુનવણી તત્કાળ શરૂ કરવામાં આવશે.

આરોપીએ રામ યાદવે પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો

ઉલ્લેખનિય છે કે દુષ્કર્મની ગંભીર ઘટના બાદ પોલીસ દ્વારા તાત્કાલિક ઓપરેશન વિરાંગના શરૂ કરવામાં આવ્યું હતું. ગુનાના સ્થળે પંચનામાની કાર્યવાહી દરમિયાન આરોપીએ રામ ગુનીત દેવ નંદન યાદવ પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

PI લતા દેસાઈએ પીછો કરતા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં આરોપીના પગમાં ઈજા થઈ હતી

આ સમયે PI લતા દેસાઈએ પીછો કરતા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં આરોપીના પગમાં ઈજા થઈ હતી. તાત્કાલિક સારવાર માટે તેને ખસેડવામાં આવ્યો હતો. પોલીસની કડક કાર્યવાહીથી ભયભીત થયેલો આરોપી હાથ જોડીને દયાની ભીખ માંગી રહ્યો હતો.


આ પણ વાંચો----    Breaking News: વેનેઝુએલા પર મોટો હુમલો, રાજધાની કારાકાસમાં અનેક સ્થળો પર વિસ્ફોટ