android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: ખોરજ પાસે 4.66 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઇ : ડ્રાઇવર ફરાર

calendar_todayMay 6, 2026

Gandhinagar: ખોરજ પાસે 4.66 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઇ : ડ્રાઇવર ફરાર

એલસીબી-2ની ટીમ પ્રોહિબીશનના કેસો શોધવા માટે અંતરિયાળ વિસ્તારો ખુંદી રહી હતી ત્યારે પોલીસ સબ ઇન્સપેક્ટર એન.બી.રાઠોડની ટીમના હે.કો. વિપુલભાઇ તથા પો.કો. જયસ્મીતરાજસિંહને બાતમી મળી હતીકે, એક દારૂ ભરેલી સફેદ કલરની ફોર્ચ્યુનર કાર નંબર જીજે-18-બીજી- 8092 મહેસાણાથી અમદાવાદ તરફ આવી રહી છે. આથી પોલીસે પુર્વ બાતમીના આધારે વિશ્વ ઉમિયાધામ પાસે રોડ પર કારના રોકવા નાકાબંધી કરી હતી. બાતમી મુજબની કાર આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોઇને કાર ચાલકે ગાડી ઉભી રાખી નહતી. આથી પોલીસે લાઠીના ઉપયોગથી કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલક ભાગી છુટવામાં સફળ રહ્યો હતો.આ બનાવમાં કારનો ડ્રાઇવર સાઇડ અને આગળનો કાચ તુટી ગયો હતો.પોલીસે કારનો પીછો કર્યો હતો. દરમિયાન ચાલક કારને અદાણી શાંતિગ્રામ ઓવરબ્રીજથી વૈષ્ણોદેવી સર્કલ રોડ પર કારને ચાલુ રાખીને સ્થળ પર મુકી ભાગી ગયો હતો. પોલીસે કાર પાસે પહોંચી તલાસી લેતા તેમાંથી દારૂની 54 નંગ પેટી મળી આવી હતી. જેમાં વિવિધ બ્રાંડની રૂા. 4.66 લાખની કિંમતની 2592 નંગ બોટલો હતો. પોલીસે કાર સહિત રૂા.14.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો