calendar_todayJanuary 13, 2026
Gandhinagar: સેક્ટર 6-7 કટ પાસે બેફામ કારચાલકે સર્જ્યો અકસ્માત, યુવતીને અડફેટે લઇ કાર ઝાડ સાથે અથડાઈ
ગાંધીનગરમાં સેક્ટર 6-7 કટ નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં એક કાર ચાલકે અચાનક યુવતીને અડફેટે લીઇ લીધી હતી. અકસ્માત બાદ કાર નિયંત્રણ ગુમાવીને નજીકના ઝાડ સાથે અથડાઈ ગઈ હતી..
વેગન આર ચાલક તેમજ યુવતી બંને ઈજાગ્રસ્ત
આ અકસ્માતમાં વેગનઆર ચાલક તેમજ યુવતી બંને ઈજાગ્રસ્ત થયા છે. બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ટ્રાફિક ટીમે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો
સ્થાનિક પોલીસ અને ટ્રાફિક ટીમે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને બંને ઘાયલોને હોસ્પિટલ મોકલ્યા હતા.
આ પણ વાંચો---- Dahod : દારૂની હેરાફેરીમાં ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓ સામે ફરિયાદ, 66 હજારનો વિદેશી દારૂ જપ્ત