calendar_todayFebruary 25, 2026
Gandhinagarમાં ભારે વાહન ઉપર સવારે 6થી રાત્રે 9 સુધી પ્રવેશ પ્રતિબંધ લાદવા માંગ
ગાંધીનગર શહેરમાં વધતા વાહન અકસ્માતને રોકવા માટે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના MLAએ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ (SP)ને પત્ર લખી, સવારે 6 થી રાત્રે 9 સુધી શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવાની માંગ કરી છે.
અકસ્માતનું જોખમ
MLAએ પત્રમાં જણાવ્યું કે, મુખ્ય માર્ગો પર ભારે વાહનોના ટ્રાફિકે અકસ્માતનું જોખમ વધારી દીધું છે. આવા અકસ્માતો રોકવા માટે સમયસર પ્રવેશ પર પ્રતિબંધ લાદવો જરૂરી છે.
અકસ્માતોને કાબુમાં લઇ શકાશે
પત્રમાં દિવસ દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધ મુકાશે તો વધતા જતા અકસ્માતોને કાબુમાં લઇ શકાશે તેમ જણાવાયું છે.