android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: આગામી 8થી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે

calendar_todayJanuary 5, 2026

Gandhinagar: આગામી 8થી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે

ગુજરાતમાં આઠથી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વામિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપી છે. વડાપ્રધાન મોદીએ પણ સોમનાથને લઈને સોશિયલ મીડિયામાં એક ખાસ લેખ લખ્યો હતો. આ ઉપરાંત પીએમ મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથના પ્રવાસે આવી રહ્યાં છે.

સોમનાથ મંદિરની ગાથા કોઈ વિનાશની ગાથા નથી

તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, સોમનાથ મંદિરની ગાથા કોઈ વિનાશની ગાથા નથી. ભારત માતાના લાખો સંતાનોના સ્વાભિમાનની ગાથા છે. આ ગાથા છેલ્લા એક હજાર વર્ષથી ચાલે છે. જે ભારતના સ્વાભિમાનની અમર ગાથા છે. જે ક્યારેય અસત્ય સામે ઝૂકતું નથી. વડાપ્રધાન મોદી પ્રેરિત આ શાશ્વત ચેતના, શ્રદ્ધા અને રાષ્ટ્રીય ગૌરવ આઠમી જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વામિભાન પર્વ હેઠળ ઉજવવામાં આવશે. આ આપણા બધા માટે ભારત માતાને ગૌરવના શિખર પર સ્થાપિત કરવા માટે ઐતિહાસિક પ્રતિજ્ઞા લેવાની તક હશે.


સોમનાથમાં PM મોદીના આગમનની તૈયારીઓ તેજ

પીએમ મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથના પ્રવાસે આવી રહ્યાં છે. તેમના પ્રવાસને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જીતુ વાઘાણી અને અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ આજે સોમનાથ પહોંચ્યા હતાં. તેમણે કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. 10 અને 11 જાન્યુઆરીએ વડા પ્રધાન મોદી જાહેર સભા સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે.


આ પણ વાંચોઃ PM Modi On Somnath Temple : વિધ્વંસ નહીં, સ્વાભિમાનની ગાથા, PM મોદીએ લખ્યો લેખ