calendar_todayOctober 26, 2026
Gandhinagar : ના 95 તબીબ સંશોધનમાં AI(એઆઈ) ઉપયોગના પાઠ ભણ્યા
જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગરની ઇન્સ્ટિટયૂશનલ રિસર્ચ એન્ડ ઇનોવેશન કમિટી (IRIC) દ્વારા AI ઈન મેડિકલ રિસચ્ર વિષય પર કન્ટિન્યુઈંગ મેડિકલ એજ્યુકેશન (CME)નુંઆયોજન કરવામાં આવ્યું હતું. મેડિકલ કોલેજના ડીન અને IRIC ના અધ્યક્ષડૉ. અંકુર ઝાલાવાડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદના ડૉ. ભાર્ગવ દવેએ તબીબી સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ અંગે માર્ગદર્શનઆપ્યું હતું. તેમણે સંશોધન પ્રશ્નોની રચના, સાહિત્ય સમીક્ષા, સંશોધન પ્રસ્તાવ તૈયાર કરવા, સેમ્પલ સાઇઝની ગણતરી, ડેટા વિશ્લેષણ અને સંશોધન લેખન સહિતના વિવિધ તબક્કાઓમાં AI આધારિત સાધનોની ઉપયોગિતા સમજાવી હતી.સાથે જ સંશોધનમાં વૈજ્ઞાનિક ચોકસાઈ, નૈતિકતા અને માહિતીની વિશ્વસનીયતા જાળવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.CME માં વિભાગના વડાઓ, ફેકલ્ટી સભ્યો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ સહિત કુલ 95 સહભાગીઓએ ભાગ લીધો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો