android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar : ATS દ્વારા નશાકારક દવાઓની હેરાફેરી મામલે મોટા નેટવર્કનો પર્દાફાશ, મલેશિયન ડ્રગ કાર્ટેલની સંડોવણી

calendar_todayMarch 7, 2026

Gandhinagar : ATS દ્વારા નશાકારક દવાઓની હેરાફેરી મામલે મોટા નેટવર્કનો પર્દાફાશ, મલેશિયન ડ્રગ કાર્ટેલની સંડોવણી

ગુજરાત એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નશાકારક દવાઓની હેરાફેરી મામલે મોટા નેટવર્કનો પર્દાફાશ કરાયો છે. ATS દ્વારા કરાયેલી તપાસમાં ઈન્ટરનેશનલ ડ્રગ ડીલર નેટવર્કનો ખુલાસો થયો છે અને આ મામલે પકડાયેલા ત્રણ આરોપી જે હવાઈ કાર્ગો મારફતે નશાકારક દવાઓને થાઇલેન્ડ અને મલેશિયા જેવા દેશોમાં મોકલતા હતા

ખોટી માહિતીથી ગેરકાયદેસર નિકાસ

ATSના અધિકારીઓ અનુસાર, નશાકારક દવાઓના જથ્થા પર ખોટી માહિતી દર્શાવવામાં આવતી હતી,આ દવાઓ ફાર્મસીના દવાના સેમ્પલ તરીકે જુદા-જુદા દેશોમાં મોકલાતી હતી, જેમકે થાઈલેન્ડ અને મલેશિયા, જ્યાં આ દવાઓનો ઉપયોગ નશા માટે થતો હતો.

સુરતના નિકુંજ ગઢિયાની ધરપકડ

આ નેટવર્કનો મુખ્ય આધાર પકડવામાં આવ્યો, જે દવા નિકાસની કામગીરીને સંચાલિત કરતો હતો. સુરતના નિકુંજ ગઢિયાની ધરપકડ કરવામાં આવી છે, જે આ કારોબાર સાથે સંકળાયેલો છે.. ATSએ 4 કિલોથી વધુ દવાની જથ્થો કબ્જે કર્યો, જેમાંથી એક કિલો દવાની કિંમત અંદાજે 4,000 થી 5,000 ડોલર હતી.

મલેશિયન ડ્રગ કાર્ટેલ સાથે સંબંધ

એટીએસની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે આ ત્રણેય જણા મલેશિયન ડ્રગ કાર્ટેલ સાથે સંકળાયેલા શખ્સો સાથે ખાસ સંબંધ ધરાવે છે

આગામી તપાસ અને કાર્યવાહી

ATSએ મલેશિયા અને થાઇલેન્ડમાં 14 કિલો દવાની નિકાસ અટકાવી છે અને હજુ આગળની તપાસ શરૂ કરી છે. આ દવા ભારતમાં તો કાનૂની રીતે વેચાણ માટે પ્રતિબંધિત નથી, પરંતુ જો તેનો નિકાસ કરવો હોય તો પરવાનગી મેળવવી અનિવાર્ય છે.

ત્રણ આરોપી ઝડપાયા

થાઇલેન્ડ અને મલેશિયા જેવા દેશોમાં પણ આ દવાઓના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ છે. ATSએ તપાસમાં નિકુંજ હરેશ ગઢિયા (રહે, સુરત) તથા તેની સાથે સંકળાયેલા ચેતન કનુ વાવડીયા તથા ભૌતિક દામજી પદમણીને ઝડપી પાડ્યા છે.

ત્રણેય જમાએ ખોટી માહિતી દર્શાવી નિકાસ કરી

તપાસમાં જણાયું કે નિકુંજે પોતાની કંપની ડીબલ્યુએન બાયોસાયન્સના નામે 50 કિલો એટોમીડેટ પાવડરને એલોવેરા પાવડર ના નામે મિસલેબલીંગ કરી મલેશિયા મોકલ્યો હતો તો ચેતને તેની કંપની રુદ્ર એન્ટપરપ્રાઇઝના નામે 50 કિલો એટોમીડેટ પાવડરને મુંબઇ એરપોર્ટથી ગીનોપોલ 24 પાવડરના નામે મલેશીયા અને થાઇલેન્ડ મોકલ્યો હતો જ્યારે ભૌતિકે પોતાની કંપની જાની ફાર્માના નામે આ જ 25 કિલો પાવડરને મલેશીયા અને થાઇલેન્ડ મોકલ્યો હતો.


આ પણ વાંચો----     Radhanpurમાં ખેડૂતની જમીન પચાવી પાડ્યાના બિલ્ડર રઘુરામ ઠક્કર પર ગંભીર આક્ષેપો થતાં ખળભળાટ