calendar_todayFebruary 28, 2026
Gandhinagar: ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય, CCE ભરતીમાં નવી 914 જગ્યાઓનો વધારો
ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ- 3 ની સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક સ્તરની જગ્યાઓ માટે ચાલી રહેલી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) ની ભરતી પ્રક્રિયામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે અગાઉની ખાલી જગ્યાઓમાં નવી 914 જગ્યાઓનો વધારો કરવામાં આવ્યો છે.
કુલ જગ્યાઓનો આંકડો 7300 ને પાર
અગાઉ આ ભરતી મર્યાદિત સંખ્યામાં જાહેર કરવામાં આવી હતી, પરંતુ હવે નવી જગ્યાઓના ઉમેરા બાદ કુલ ભરતીનો આંકડો વધીને 7338 પર પહોંચ્યો છે. આ વધારાથી હજારોની સંખ્યામાં તૈયારી કરી રહેલા સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોને સફળ થવાની વધુ તક મળશે.
ગ્રુપ-A અને ગ્રુપ-B માં વિભાજન
નવી ઉમેરાયેલી જગ્યાઓનું વિભાજન ગ્રુપ A (સિનિયર ક્લાર્ક અને સમકક્ષ પદ) નવી 252 જગ્યાઓનો વધારો. ગ્રુપ B (જુનિયર ક્લાર્ક અને સમકક્ષ પદ) નવી 662 જગ્યાઓનો વધારો કરવામાં આવ્યો છે.
વહીવટી પ્રક્રિયા તેજ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતી પ્રક્રિયા અંતર્ગત પરીક્ષાઓ અને પરિણામોની કામગીરી ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના મહેસૂલ, પંચાયત અને સામાન્ય વહીવટ વિભાગ જેવા મહત્વના વિભાગોમાં આ ભરતી દ્વારા નવા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે.
આ પણ વાંચો: Palitana: શેત્રુંજય પર્વત પર વનરાજના આંટાફેરા, ડુંગરના પગથિયાં ઉતરતા જોવા મળ્યા બે સિંહ