android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: બગદાણા કેસમાં તળાજાના DYSPને મહુવા DYSPનો ચાર્જ સોંપાયો, SITની રેન્જ આઈજી સાથે બેઠક

calendar_todayJanuary 5, 2026

Gandhinagar: બગદાણા કેસમાં તળાજાના DYSPને મહુવા DYSPનો ચાર્જ સોંપાયો, SITની રેન્જ આઈજી સાથે બેઠક

બગદાણામાં નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં આજે કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ રાજ્ય સરકારે SITની રચના કરવાનો આદેશ આપ્યો હતો. આ SITની ટીમની હાલમાં રેન્જ આઈજી સાથે બેઠક યોજાઈ છે. ઘટનાને પગલે બગદાણાના પી.આઈ ડી વી ડાંગરને લિવ રિઝર્વમાં મુકાયા બાદ મહુવાના ઇન્ચાર્જ DYSP રિમાબા ઝાલા પાસેથી પણ ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો છે. તળાજાના DYSP એમ બી નકુમને મહુવા DYSP તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. SITની તપાસમાં અન્ય આરોપીઓના નામ ખુલે છે કે કેમ તેની સૌની ઉપર નજર છે.

બગદાણા કેસમાં SITની રચના કરવામાં આવી

બગદાણાના સેવક પર હુમલાના કેસમાં SITની રચના કરવામાં આવી છે. ભાવનગરના રેન્જ IG ગૌતમ પરમારે SITની રચના કરી છે. અમરેલી ASP જયવીર ગઢવીની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. આ SITમાં 1 PI, 1 PSI અને બે હેડ કોન્સ્ટેબલની નિમણૂક કરવામાં આવી છે. આ કેસમાં SIT તપાસ કરશે અને તેનો રિપોર્ટ રેન્જ આઈજીને મોકલશે. SITને ગુના સંબંધિત કાગળો એકત્ર કરી રોજ રેન્જ આઈજીને રિપોર્ટ મોકલવા સૂચના આપવામાં આવી છે. કોળી સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે મુલાકાત થયા બાદ SITની રચના કરવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ Junagadh: સિંહણને પકડવા જતા મૃત્યુ પામેલા વન કર્મીના પરિવારને તાત્કાલિક સહાય ચૂકવવા આદેશ