android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar મહાનગરપાલિકા રાંધેજા, સરગાસણ અને GMC ઓફીસ ખાતે નવા વેધર સ્ટેશન બનાવશે

calendar_todayMarch 12, 2026

Gandhinagar મહાનગરપાલિકા રાંધેજા, સરગાસણ અને GMC ઓફીસ ખાતે નવા વેધર સ્ટેશન બનાવશે

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હવામાન સંબંધિત ચોક્કસ માહિતી મેળવવા માટે નવા વેધર સ્ટેશન સ્થાપિત કરવાની યોજના બનાવવામાં આવી છે.

ત્રણ અલગ અલગ ઝોનમાં આ વેધર સ્ટેશન સ્થાપિત કરાશે

શહેરના ત્રણ અલગ અલગ ઝોનમાં આ વેધર સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે, જેના દ્વારા ગરમી, ઠંડી અને વરસાદ સંબંધિત સચોટ ડેટા મેળવી શકાશે.

રાંધેજા, સરગાસણ અને GMC ઓફિસ ખાતે વેધર સ્ટેશન બનશે

માહિતી મુજબ વેધર સ્ટેશન રાંધેજા, સરગાસણ અને GMC ઓફિસ ખાતે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શહેરમાં હવામાનના ફેરફારોનું સચોટ મોનિટરિંગ કરવાનું છે, જેથી શહેર આયોજન, પર્યાવરણ સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન માટે યોગ્ય નિર્ણય લઈ શકાય.

ગરમી, ઠંડી અને વરસાદના ચોક્કસ ડેટા જાણી શકાશે

નવા વેધર સ્ટેશન શરૂ થતાં તાપમાન, ભેજ, પવનની ગતિ અને વરસાદની માહિતી રિયલ ટાઈમમાં ઉપલબ્ધ થશે. આ માહિતીનો ઉપયોગ શહેરના વિકાસ કાર્યો, પાણી વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપનમાં મદદરૂપ બનશે. ખાસ કરીને ભારે વરસાદ અથવા ગરમીના સમયમાં લોકોને આગોતરી ચેતવણી આપવી સરળ બનશે.


આ પણ વાંચો---    Gandhinagar : ગેસની સ્થિતિ પર જીતુ વાઘાણીનું નિવેદન, સરકાર પાસે હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો છે