calendar_todayMarch 10, 2026
Gandhinagar : આવતીકાલે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે, નવી યોજનાના ડ્રાફ્ટ-GR મુદ્દે આદેશ અપાઇ શકે
ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે સવારે 10 વાગ્યે મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાનાર છે. આ બેઠકમાં રાજ્ય સરકારના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
બજેટ 2026-27ના ત્વરિત અમલીકરણ પર ખાસ ભાર
માહિતી મુજબ બેઠકમાં બજેટ 2026-27ના ત્વરિત અમલીકરણ પર ખાસ ભાર મૂકવામાં આવશે.સરકાર દ્વારા જાહેર કરાયેલી વિવિધ યોજનાઓ ઝડપથી અમલમાં આવે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી શકે છે.
ટેન્ડર પ્રક્રિયા અને વહીવટી મંજૂરી
ખાસ કરીને નવી યોજનાઓ માટેના ડ્રાફ્ટ ગવર્નમેન્ટ રિઝોલ્યુશન (GR), ટેન્ડર પ્રક્રિયા અને વહીવટી મંજૂરી જેવી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે પણ આદેશ અપાઈ શકે છે.
મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા
આ ઉપરાંત કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની સંભાવના છે. રવિ સીઝન દરમિયાન ઘઉંની ખરીદી માટે લઘુતમ ટેકાના ભાવે (MSP) ઓનલાઈન નોંધણી પ્રક્રિયા અંગે પણ વિચારણા કરવામાં આવશે. સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પગલાં લઈ શકે છે.
આ પણ વાંચો---- Ahmedabad : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ભાજપ આ નિયમ લાગુ કરશે તો ઘણા નેતા થશે ઘરભેગા