android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar: ગુજરાતના સિનિયર IAS અનુપમ આનંદની કેન્દ્રમાં બદલી, અમદાવાદ ખાતે 'IN-SPACE' ના સંયુક્ત સચિવ તરીકે નિમણૂક

calendar_todayJanuary 17, 2026

Gandhinagar: ગુજરાતના સિનિયર IAS અનુપમ આનંદની કેન્દ્રમાં બદલી, અમદાવાદ ખાતે 'IN-SPACE' ના સંયુક્ત સચિવ તરીકે નિમણૂક

ગુજરાત કેડરના વર્ષ 2000ની બેચના સિનિયર IAS અધિકારી અનુપમ આનંદની કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ અનુસાર, તેમની સેવાઓ હવે ભારત સરકારના અવકાશ વિભાગ (Department of Space) હસ્તક સોંપવામાં આવી છે.

મહત્વની નિમણૂક અને કાર્યકાળ

IAS અનુપમ આનંદની નિમણૂક અમદાવાદ સ્થિત IN-SPACE (ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર) માં સંયુક્ત સચિવ (Joint Secretary) તરીકે કરવામાં આવી છે.  આ નિમણૂક પદ સંભાળ્યાની તારીખથી પાંચ વર્ષના કાર્યકાળ માટે અથવા આગામી આદેશો સુધી કરવામાં આવી છે.આ નિમણૂક ગુજરાતના રાજ્યપાલના હુકમથી સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા દ્વારા જાહેર કરવામાં આવી છે.

વહીવટી પ્રક્રિયા અને જાણકારી

આ બદલીના આદેશની નકલ ભારત સરકારના કર્મચારી મંત્રાલય (નવી દિલ્હી), મુખ્યમંત્રી કાર્યાલય (CMO), અને રાજ્યપાલ સચિવાલય સહિતના વિવિધ વિભાગોને જાણ અને જરૂરી કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી છે.

IN-SPACE શું છે?

IN-SPACE એ ભારત સરકારના અવકાશ વિભાગ હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે, જેનું મુખ્ય મથક અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્થા ખાનગી ક્ષેત્રની કંપનીઓને અંતરિક્ષ ગતિવિધિઓમાં સહભાગી થવા માટે પ્રોત્સાહન અને પરવાનગી આપવાનું કાર્ય કરે છે. અનુપમ આનંદ જેવા અનુભવી અધિકારીની અહીં નિમણૂકથી અંતરિક્ષ ક્ષેત્રે વહીવટી કામગીરીને વધુ વેગ મળશે તેમ માનવામાં આવે છે.

આ પણ વાંચો: ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં મોટો ઘટસ્ફોટ, સબીર મીરે 'આપ' નેતા પિયુષ પરમાર પર લગાવ્યા ગંભીર આક્ષેપ