android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News: આવતીકાલે સવારે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કેબિનેટની બેઠક યોજાશે

calendar_todayJuly 14, 2026

Gandhinagar News: આવતીકાલે સવારે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કેબિનેટની બેઠક યોજાશે

ગુજરાતના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આવતીકાલે 15 જુલાઈના રોજ સવારે 10.30 વાગ્યે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે રાજ્ય કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.આ બેઠકમાં રાજ્યની વર્તમાન સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રની કામગીરી તેમજ વિવિધ નીતિઓના અમલીકરણ અંગે ઝીણવટભરી ચર્ચા-વિચારણા કરવામાં આવશે.તાજેતરમાં સંપન્ન થયેલી રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી રહી તેની સમીક્ષા કરવામાં આવશે.

જળ સંકટ અને પૂર નિયંત્રણના મુદ્દાઓ અગ્રસ્થાને રહેશે

ચોમાસાની પ્રવર્તમાન પરિસ્થિતિને જોતાં આ બેઠકમાં જળ સંકટ અને પૂર નિયંત્રણના મુદ્દાઓ અગ્રસ્થાને રહેશે.રાજ્યમાં થઈ રહેલા વરસાદની પેટર્ન અને જળાશયોમાં પાણીની વર્તમાન સપાટી અંગે ચર્ચા કરવાની સાથે-સાથે સુરતમાં આવેલા પૂર બાદ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરાશે.આ ઉપરાંત, પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સ્થળાંતરિત કરાયેલા અસરગ્રસ્ત લોકોને કેશ ડોલ્સ ચૂકવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા અંગે પણ કેબિનેટમાં નીતિ વિષયક ચર્ચા હાથ ધરાશે.

સરકારી નીતિઓના અમલીકરણની પ્રગતિ તપાસવામાં આવશે

આ બેઠકમાં માત્ર આપત્તિ વ્યવસ્થાપન જ નહીં પરંતુ રાજ્યના લાંબા ગાળાના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ પર પણ મંથન કરવામાં આવશે.તાજેતરમાં જાહેર કરવામાં આવેલી નવી સરકારી નીતિઓના અમલીકરણની પ્રગતિ તપાસવામાં આવશે.જેમાં પર્યાવરણ પૂરક પરિવહનને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરાયેલી નવી EV ચાર્જિંગ પોલિસી અંતર્ગત વિશેષ વિચારણા થશે.તેમજ સમગ્ર રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક ઝડપથી વિસ્તારવા પર ભાર મૂકવામાં આવશે.

આ પણ વાંચોઃ Porbandar : પંજાબ નેશનલ બેંકને મળ્યો ધમકીભર્યો પત્ર, રાજકીય નેતાઓ માટે બિભત્સ લખાણ લખાતાં પોલીસ દોડી