android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News: સરગાસણમાં શ્રીપદ આયંશ ફ્લેટના 13મા માળે આગ લાગી, બુઝાઈ ગયા બાદ આગ ફરી પ્રસરી

calendar_todayJune 3, 2026

Gandhinagar News: સરગાસણમાં શ્રીપદ આયંશ ફ્લેટના 13મા માળે આગ લાગી, બુઝાઈ ગયા બાદ આગ ફરી પ્રસરી

ગાંધીનગરના સરગાસણમાં શ્રીપદ આયંશ ફ્લેટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે.ફ્લેટના 13મા માળે આગ લાગવાનો બનાવ સામે આવતા અફરાતફરી મચી જવા પામી છે. આગની ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયરની ટીમ રવાના થઈ હતી.

શ્રીપદ આયંશ ફ્લેટમાં આગ લાગવાનો બનાવ

ગાંધીનગરના સરગાસણ ખાતે શ્રીપદ આયંશ ફ્લેટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ફ્લેટના 13મા માળે એક મકાનમાં રસોડામાં ગેસ પર તેલ મુક્યું હતું. તેલ બરાબર ઉકળ્યું હતું અને ગેસ બંધ કરવાનું રહી જતાં તેલ વધારે પ્રમાણમાં ઉકળ્યું હતું. જેના કારણે આગ લાગી હતી. આગ લાગતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ રવાના થઈ હતી.




આગ પર કાબુ મેળવાયા બાદ ફરી પ્રસરી

ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો. ત્યાર બાદ આગ વધુ પ્રસરી હતી. ફ્લેટની બારીમાંથી આગની જ્વાળાઓ બહાર આવી હતી. આગને બુઝાવવા માટે ફરીવાર ફાયરની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે. ફ્લેટમાં અન્ય જગ્યાએ આગ પ્રસરે નહી તે માટેની કામગીરી પણ હાથ ધરાઈ છે. હાલમાં ફ્લેટમાંથી તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને ડોક્યુમેન્ટ વિના નોકરી આપનાર સામે કાર્યવાહી થશેઃ DyCM હર્ષ સંઘવી