android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News : ગુજરાતમાં સરકારી વીજવિતરણમાં વર્ષે 14%નું મોટું નુકસાન, વાંચો Inside Story

calendar_todayFebruary 8, 2026

Gandhinagar News : ગુજરાતમાં સરકારી વીજવિતરણમાં વર્ષે 14%નું મોટું નુકસાન, વાંચો Inside Story

ગુજરાતમાં ચાર સરકારી વીજવિતરણ કંપનીઓમાં ૨૦૨૪-૨૫ના નાણાકિય વર્ષમાં, કેન્દ્રીય વીજળી મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ એકંદરે સરેરાશ ૮.૨૫ ટકાની વીજ ઘટ એકત્રિત ટેકનિકલ અને કમર્શિયલ ઓપરેશન્સમાં રહી છે. અલબત્ત ટોચના સૂત્રો કહે છે કે, આ ૮.૨૫ ટકા વીજલોસ ઉપરાંત ગુજરાત દ્વારા કેન્દ્રીય ગીડમાં આશરે ૩.૫ ટકાની અને જેટકોના ટ્રાન્સમિશનમાં ૩.૫ ટકાની ઘટ રહેશે છે.

ટ્રાન્સમિશનમાં 1.99 ટકાનો વીજલોસ થાય છે

એટલે રાજ્યમાં વીજ વિતરણમાં સરેરાશ ૧૪ ટકાની ઘટ રહે છે, આમાં વીજચોરી, વીજ લિકેજીસ સમાવિષ્ટ છે, જે તમામ કેટેગરીમાં થાય છે. આ ઉપરાંતમાં હાઈપાવર ટ્રાન્સમિશનમાં એકંદરે ૧.૯૯ ટકાનું નુકસાન થાય છે. રાજ્યમાં બધી વીજલાઈનો ૬૬ કેવી કે તેથી વધુ વોલ્ટની છે, જેમાં ૬૬ હજાર વોલ્ટનો કરન્ટ પાસ થાય છે. આને કારણે ટ્રાન્સમિશનમાં ૧.૯૯ ટકાનો વીજલોસ થાય છે. કેન્દ્રીય વીજ મંત્રાલયે આ આંકડા જાહેર કર્યા છે.

આંધ્રપ્રદેશ, કેરળ જેવા રાજ્યોની તુલનાએ ગુજરાતમાં વીજવિતરણમાં વધુ નુકસાન

રાજયમાં સૌથી વધુ વીજચોરી, લિકેજીસથી નુકસાન પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના વિસ્તારોમાં થાય છે. જીયુવીએનએલ આ વિસ્તારોમાં વીજવિતરણમાં થતું મોટું નુકસાન ઘટાડવામાં કઈ અંશે સફળ થયું છે, જેને કારણે ૨૦૨૨-૨૩માં જે ટકાની 18.41 ટકા વીજઘટ આવતી હતી, તેમાં ૨૦૨૪-૨૫માં નુકસાન ૫.૬૮ ટકા ઘટયું છે. આંધ્ર પ્રદેશ, કેરળ જેવા રાજ્યોની તુલનાએ ગુજરાતમાં વીજવિતરણમાં વધુ નુકસાન થાય છે, એવું આંકડા દર્શાવે છે.


આ પણ વાંચો : Surat News : કામ માટે ઘરે નોકરાણી રાખી છે તો થઈ જજો સાવધાન, સુરતમાં સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી નોકરાણી ઉતરી ગઈ રજા પર