android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News: આવતીકાલે 17 જૂને સાંજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે

calendar_todayJune 16, 2026

Gandhinagar News: આવતીકાલે 17 જૂને સાંજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે

ગાંધીનગરમાં દર બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજવામાં આવે છે. બુધવારે સવારે યોજાતી આ બેઠકમાં રાજ્યના વિકાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવે છે. ત્યારે આવતીકાલે સાંજે કેબિનેટની બેઠક મળશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાતી આ બેઠકમાં રાજ્યના હિતને સ્પર્શતા અનેક મુદ્દાઓ પર ગહન ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ બેઠકનો મુખ્ય એજન્ડા રાજ્યની નવી ઔદ્યોગિક નીતિ અંગેનો રહેશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.  

પાણીની ઉપલબ્ધતા અંગે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે

ગુજરાતમાં ઉદ્યોગો અને રોકાણોને વધુ આકર્ષક બનાવવા માટે નવી ઓદ્યોગિક નીતિમાં કયા નવા પાસાઓ જોડવા તેના પર વિસ્તૃત ચર્ચા થશે.આ ઉપરાંત પંચમહાલ ખાતે યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત રીઝનલ સમિટની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરીને તેને આખરી ઓપ આપવામાં આવશે.બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચોમાસાની સ્થિતિ, વાવણી અને કૃષિ ક્ષેત્રની પ્રગતિ તેમજ પીવાના અને સિંચાઈના પાણીની ઉપલબ્ધતા અંગે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે.રાજ્યમાં ચાલી રહેલા વિવિધ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિની પણ ચર્ચાઓ કરવામાં આવશે જેથી વિકાસલક્ષી કાર્યો સમયસર પૂરા થઈ શકે.

રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચાઓ કરશે

રાજ્યમાં આગામી ચોમાસાની સ્થિતિ અને ખેતીમાં સિંચાઈના પાણીની સ્થિતિ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે. રાજ્યમાં ચોમાસા પહેલા થયેલી પ્રિ મોન્સૂન કામગીરી અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે. ઘણા સમયથી રાજ્ય સરકારની આ કેબિનેટની બેઠક સવારના સમયે યોજાતી હતી. પરંતુ આવતીકાલે સાંજે પાંચ વાગ્યે આ બેઠક મળશે. જેમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઓ હાજર રહેશે. મુખ્યમંત્રી તમામ પાસાઓ પર રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચાઓ કરશે.  

આ પણ વાંચોઃ Ahmedabad : ઓલા, ઉબર અને રેપિડોના ગેરકાયદે કોમર્શિયલ ઉપયોગ મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ, એક સપ્તાહમાં જવાબ માંગ્યો!