android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News : 18 સરકારી વિભાગો 23 વર્ષમાં ખર્ચેલા 7432 કરોડનો હિસાબ નથી આપતાં

calendar_todayMarch 26, 2026

Gandhinagar News : 18 સરકારી વિભાગો 23 વર્ષમાં ખર્ચેલા 7432 કરોડનો હિસાબ નથી આપતાં

ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા કેગના રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, રાજ્ય સરકારના 18 વિભાગોએ 2001-02થી 2023-24 સુધીના 23 વર્ષ દરમિયાન રૂ.7431.84 કરોડની ગ્રાન્ટ તો વાપરી નાખી છે, પણ તેના માટે જરૂરી 4258 વપરાશી પ્રમાણપત્રો 31 માર્ચ 2025 સુધી પણ રજૂ કર્યા નથી.આમાં 2022-23ના રૂ.1697.44 કરોડની ગ્રાન્ટના 874 વપરાશી પ્રમાણપત્રો અને 2023-24ના રૂ. 4284.56 કરોડની ગ્રાન્ટના 1374 વપરાશી પ્રમાણપત્રો સમાવિષ્ટ છે.

ગ્રાન્ટના વપરાશી પ્રમાણપત્રો રજૂ કરવાના બાકી

કેગના રિપોર્ટ પ્રમાણે આમાં આદિજાતિ વિકાસ વિભાગે રૂ.1662.22 કરોડની ગ્રાન્ટના, શહેરી વિકાસ વિભાગે રૂ. 1567.78 કરોડની ગ્રાન્ટના, શિક્ષણ વિભાગે રૂ.1086.42 કરોડની ગ્રાન્ટના, કૃષિ અને સહકાર વિભાગે રૂ. 1044.32 કરોડની ગ્રાન્ટના, પંચાયત, ગામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે રૂ. 735.57 કરોડની ગ્રાન્ટના, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે રૂ. 681.09 કરોડની ગ્રાન્ટના, કલાઈમેટ ચેન્જ વિભાગે રૂ. 192 કરોડની ગ્રાન્ટ,ઉદ્યોગ-ખાણકામ વિભાગે રૂ. 179 કરોડની ગ્રાન્ટના, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગે રૂ. 129.18 કરોડની ગ્રાન્ટના તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે રૂ.115.45 કરોડની ગ્રાન્ટના વપરાશી પ્રમાણપત્રો રજૂ કરવાના બાકી છે.

 નાણાંનો દુરુપયોગ થવાની સંભાવના

કેગએ જણાવ્યું છે કે વપરાશી પ્રમાણપત્રો રજૂ ના કરવાથી નાણાંનો દુરુપયોગના જોખમની સંભાવના હોવાથી રાજ્ય સરકારે દેખરેખ રાખી વપરાશી પ્રમાણપત્રો સમયસર તાત્કાલિક રજૂ કરવા વિભાગોને તાકીદ કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે વિધાનસભાના સત્રનો છેલ્લો દિવસ હોવાથી નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં રાજ્યનું દેવું અને બજાર લોન અંગેના આંકડાઓ સહિતની વિગતો જાહેર થઈ હતી.


આ પણ વાંચોઃ Gujarat Weather Update: આગામી 29 અને 30 માર્ચે માવઠાની આગાહી, આ વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે