calendar_todayMarch 14, 2026
Gandhinagar News : વર્ષ 2026-27માં ગ્રામ વિકાસ વિભાગનું રૂ.5479 કરોડનું ઐતિહાસિક બજેટ, ગ્રામીણ વિકાસને મળશે નવી ગતિ : ગ્રામ વિકાસ મંત્રી
ગત વર્ષના રૂ. ૪,૭૦૦ કરોડના બજેટની તુલનામાં આ વખતે રૂ. ૭૭૯ કરોડનો માતબર વધારો સૂચવે છે કે સરકાર ગ્રામીણ માળખાકીય સુવિધાઓ અને આજીવિકાના સાધનો મજબૂત કરવા માટે કટિબદ્ધ છે, તેમ ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડા, ગ્રામ વિકાસ સચિવ ધનંજય દ્વિવેદી, શ્રમ, રોજગાર, કૌશલ્ય વિકાસ સચિવ લોચન સહેરા, રોજગાર અને તાલીમ નિયામક નીતિન સાંગવાન સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામ વિકાસ વિભાગના વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટના મુખ્ય મુદ્દાઓ
* આ યોજના હેઠળ કુલ રૂ. ૧,૭૫૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
* રૂફ કાસ્ટ લેવલ પર આશરે ૧૮,૦૦૦ લાભાર્થીઓને વધારાની રૂ. ૫૦,૦૦૦ની સહાય માટે રૂ. ૯૦ કરોડની જોગવાઈ છે.
* આદિજાતિ લાભાર્થીને રૂ. ૨,૭૨,૮૨૦ અને બિન-આદિજાતિ લાભાર્થીને રૂ. ૨,૩૨,૯૨૦ની સહાય મળવાપાત્ર છે.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)
* આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૭૩૭.૯૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
* ગામડાઓમાં ગંદા પાણીના શુદ્ધિકરણ માટે 'પ્રવાહી કચરા વ્યવસ્થાપન પ્રણાલી' અંતર્ગત રૂ. ૫૦ કરોડની નવી જોગવાઈ કરવામાં આવી છે.
* રાજ્યના ૪૦૦ ગામોમાં એન્ડ ડ્રેન ટ્રીટમેન્ટ (End Drain Treatment) ની કામગીરી હાથ ધરવામાં આવશે.
VB-GRAM-G યોજના (મનરેગા)
* આ યોજના માટે રૂ. ૧,૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
* મનરેગા હેઠળ મળતી ૧૦૦ દિવસની રોજગારીના બદલે હવે ૧૨૫ દિવસની સશ્રમ સવેતન રોજગારીની ગેરંટી આપવામાં આવશે.
* જો નિર્ધારિત સમયમાં રોજગાર ન મળે, તો બેરોજગારી ભથ્થું ચૂકવવાની પણ જોગવાઈ છે.
મહિલા સશક્તિકરણ અને આજીવિકા
* લખપતિ દીદી સશક્તિકરણ યોજના:વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૪૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
* દર વર્ષે આશરે ૧૦,૦૦૦ અનુભવી 'લખપતિ દીદી' ને તેમના વ્યવસાયના સ્કેલિંગ-અપ (ઉત્પાદન, પેકેજિંગ અને મૂલ્યવર્ધન) માટે સહાય આપવામાં આવશે.
* ગ્રામ હાટની સ્થાપના:સ્વ-સહાય જૂથની મહિલાઓને કાયમી વેચાણ પ્લેટફોર્મ મળી રહે તે માટે રૂ. ૨૦ કરોડની જોગવાઈ સાથે 'ગ્રામ હાટ' સ્થાપવામાં આવશે.
* આ હાટ મહાનગરપાલિકા, નગરપાલિકા અને પ્રવાસન સ્થળોની સરકારી જમીન પર બનાવવામાં આવશે.
* માર્કેટીંગ સપોર્ટ: સખી મંડળની પ્રોડક્ટ્સના ઉત્પાદનથી લઈને બજાર વ્યવસ્થા અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓનલાઈન વેચાણ માટે રૂ. ૨૫ કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.