android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gandhinagar News : વર્ષ 2027થી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની સર્વિસ બુક હવે ઓનલાઈન થશે

calendar_todayOctober 20, 2026

Gandhinagar News : વર્ષ 2027થી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની સર્વિસ બુક હવે ઓનલાઈન થશે

રાજ્ય સરકારના તથા પંચાયત વિભાગ હસ્તકના તમામ કર્મચારીઓ અધિકારીઓની સર્વિસ બુક સેવાપોથી અત્યાર સુધી ફિઝિકલ-હાર્ડકોપી તરીકે જળવાતી હતી.હવે આ સર્વિસ બુક ઓનલાઈન મુકાઈ રહી છે.કર્મયોગી પોર્ટલ ઉપર આ સર્વિસબુક નિભાવવામાં આવશે.નવા કેલેન્ડર વર્ષ 2027થી ઓનલાઈન થશે.નાણા વિભાગે તમામ વિભાગોના વડા અધિકારીઓને સૂચના આપી છે કે,તમામ અધિકારીઓ-કર્મીઓની સેવાકીય બાબતોની નોંધ પહેલી જાન્યુઆરી 2027થી કર્મયોગી પોર્ટલ ઉપર જ કરવાની રહેશે. 

ફિઝિકલ કોપી કર્મીની છેલ્લી મૂળ કચેરીએ જાળવવાની રહેશે

આ તારીખ પહેલાની સર્વિસબુક ફિઝિકલ છે.આ ફિઝિકલ કોપીનું સ્કેનિંગ કરી ફિઝિકલ કોપી વિભાગના વડા અધિકારીઓએ પોતાની કસ્ટડીમાં લઈ જાળવવાની થશે અને જે તે કર્મચારીએ આ બાબતે તેમની સર્વિસ બુક અંગે ખાતરી કરી લેવાની રહેશે.ફિઝિકલ કોપીનું સ્કેનિંગ કરીને કર્મયોગી પોર્ટલ ઉપર અપલોડ કરવાનું કાર્ય HRMS પ્રમાણે કરવાનું રહેશે.ફિઝિકલ કોપી કર્મીની છેલ્લી મૂળ કચેરીએ જાળવવાની રહેશે. 

સ્કેનિંગ થયેલી પીડીએફની જાતે ચકાસણી કરવાની રહેશે

સર્વિસબુકની જાળવણીની જવાબદારી જેમના કાર્યક્ષેત્રમાં છે તે કર્મચારીએ જ તેમના હસ્તકનું તમામ સર્વિસબુક સેફ કસ્ટડીમાં જાળવવાની રહેશે.કર્મચારીની બદલી થયા પછી તેની ફિઝિકલ સર્વિસબુકનું હસ્તાંતરણ નહીં થાય.સ્કેનિંગ કરેલી સર્વિસબુકના કોઈ મુદ્દા બાબતે જ્યારે પણ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે ફિઝિકલ સર્વિસબુક કસ્ટોડિયન કચેરીએ ઉપલબ્ધ કરાવવાની રહેશે.દરેક કર્મચારીએ પણ સ્કેનિંગ થયેલી પીડીએફની જાતે ચકાસણી કરવાની રહેશે.

આ પણ વાંચોઃ Gandhinagar: મંડળી ગરબામાં બાઉન્સરોની દાદાગીરી સામે પોલીસ એક્શન; સાંતેજ પોલીસ મથકે FIR